વિદેશ જઈ શકાશે કે કેમ? જાણી લો તમારા હાથની રેખાઓથી
મોટાભાગના લોકોની એવી ઇચ્છા હોય છે કે તેઓ એકવાર વિદેશ યાત્રા કરે. વિદેશ જવા માટે લોકો અનેક પ્રયત્નો કરે છે પરંતુ ખૂબ જ ઓછા લોકોનું આ સપનું પુરું થાય છે. હાથની રેખાઓ બતાવી શકે છે કે તમારા ભાગ્યમાં વિદેશ યાત્રા છે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે હાથોમાં શુક્ર સ્થાન, અંગૂઠાની સામે જ હથેળીની બીજી તરફ ચંદ્રનું સ્થાન હોય છે. આમ તો ચંદ્ર ક્ષેત્ર વ્યક્તિની કલ્પના શક્તિ, બૌદ્ધિક ક્ષમતા, મનોવૃત્તિ, કલાપ્રેમ વગેરે દર્શાવે છે.-જો ચંદ્રનું સ્થાન ઉચ્ચ હોય તો વ્યક્તિની કલ્પના શક્તિ ઘણી જ સારી હોય છે તે કલાપ્રેમી હોય છે.-જો ચંદ્રનું સ્થાન દબાયેલું હોય તો તે વ્યક્તિની કલ્પનાશક્તિ ખૂબ જ ઓછી હોય છે. તે કોઈ પણ કામ વધુ રસ લઈને નથી કરી શકતો. -જો ચંદ્રનું સ્થાન અત્યધિક ઉચ્ચ હોય અને સ્વાસ્થ્ય રેખા દોષપૂર્ણ હોય તો તે વ્યક્તિને માથાનો દુખાવો, પાગલપન જેવા માનસિક રોગ થઈ શકે છે. આવા વ્યક્તિની માનસિક સ્થિતિ એટલી ગડબડ વાળી હોય છે કે તે આત્મહત્યા જેવા પ્રયાસો પણ કરી શકે છે. -કેવી રીતે જોશો વિદેશ યાત્રા યોગ? જો તમારા હાથની જીવન રેખા દોષ રહિત છે અને જીવન રેખાથી કેટલીક રેખાઓ ચંદ્રના સ્થાન તરફ આવી રહી હોય તો આ રેખા...