હથેળીનાં બે નિશાન આપે છે Luxurious life, જોઇ લો તમારા હાથમાં છે કે નહી

હથેળીમાં સ્વસ્તિક અને કમળનું નિશાન લક્ષ્મી અને વિષ્ણુ યોગ બનાવે છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિગત ગુણોના આધારે વ્યક્તિ સફળતાના શિખરે પહોંચે છે. હથેળી પર સ્વસ્તિક નિશાન ક્યાં મળી આવે છે, અને તે શું પરિણામ પ્રદાન કરે છે તે આજે અમે તમને આ લેખમાં જણાવીશું.
સ્વસ્તિકના નિશાન હોવાથી બને છે લક્ષ્મી યોગઃ-
હથેળી પર સ્વસ્તિકનું નિશાન હોવાથી નિર્ધન પરિવારમાં જન્મ લેનાર મનુષ્ય પણ ધનવાન બને છે. હથેળીમાં આ નિશાન કોઇપણ જગ્યાએ હોઇ શકે છે. હસ્તરેખા જ્યોતિષ મુજબ આ નિશાન ધનવાન હોવાનો સંકેત આપે છે અને વ્યક્તિને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેયની પ્રાપ્તિ કરાવે છે.
જો ભાગ્ય રેખા પર હોય સ્વસ્તિકનું આ નિશાનઃ-
આવો વ્યક્તિ પ્રતિભાશાળી હોય છે, જેના હાથની ભાગ્ય રેખા પર સ્વસ્તિકનું નિશાન હોય છે. તેમની વિચારસરણી જ તે પ્રકારની હોય છે કે જીવનમાં આગળ વધવાના અને પ્રગતિ કરવાના ઉપાયો તેમના મગજમાં આવતા જ રહે છે.
જો ભાગ્ય રેખા પર આ નિશાન હોય તો વ્યક્તિના જીવનમાં ઘણા એવા સોનેરી અવસર મળી શકે છે, જેનાથી તે જીવનમાં આર્થિક ઉન્નતિ કરી શકે છે. આવા અવસર ઉમરના કોઇપણ પડાવ પર પ્રાપ્ત થઇ શકે છે.
ક્યાં હોય છે ભાગ્ય રેખાઃ-
હાથમાં મણિબંધ ઉપર શુક્ર પર્વતની નીચેથી તેની શરૂઆત થાય છે. આ રેખા મધ્યમાં આંગળી તરફ જાય છે.
સ્વસ્તિક નિશાનની સાથે હોય ગુરૂ પર્વત પણ બળવાનઃ-
જો તેની સાથે ગુરૂ પર્વત પણ ભરાવદાર હોય તો આવા લોકો પોતાનું જ નહી, પરંતુ પરિવારનું નામ પણ રોશન કરે છે. સમાજમાં પોતાના માતા-પિતાનું નાક ઉચું કરે છે.
ક્યાં હોય છે ગુરૂ પર્વતઃ-
ગુરૂ પર્વત હાથની સૌથી પહેલી આંગળી જેને તર્જની તરીકે ઓળખવામાં આવે છે. તર્જનીની ઠીક નીચે ગુરૂ પર્વત હોય છે.
જીવનમાં થાય છે સારા લોકો સાથે મુલાકાતઃ-
કાર્યક્ષેત્ર એવા સ્થાન પર હોય છે જ્યાં તેમની બૌદ્ધિક ઉન્નતિ થતી રહે છે. જીવનમાં એવા લોકોની સાથે કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત થાય છે, જે તેમના જીવનને યોગ્ય દિશા પ્રદાન કરે છે.
પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છેઃ-
આવા લોકોનું જીવન અન્ય લોકો માટે પ્રેરણાદાયી રહે છે. જીવનના તે ક્ષેત્ર પર પહોંચી જાય છે, જ્યાં તેમના ઘર અને સમાજમાં વિશેષ કદર પ્રાપ્ત થાય છે. આવા વ્યક્તિના વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઇને ઘણા લોકો આગળ વધી જાય છે.
હથેળી પર કમળનું નિશાનઃ-
હથેળીમાં જ્યાં સ્વસ્તિકની ઉપસ્થિતિ લક્ષ્મી યોગ બનાવે છે. ત્યાં હથેળી પર કમળનું નિશાન વિષ્ણુ યોગ બનાવે છે. હાથ પર આ નિશાન હોવાથી મનુષ્યમાં વાત કરવાની આવડત હોય છે. પોતાની વાતો દ્વારા કાર્ય સિદ્ધ કરાવુ આ લોકોનો પ્રમુખ ગુણ હોય છે. વિષ્ણુને પાલનકર્તા તરીકે ઓળખવામાં આવે છે. હથેળી પર આ નિશાનની ઉપસ્થિતિ દરેક પ્રકારના સાંસારિક સુખ પ્રદાન કરે છે. માન સન્માનમાં વધારો કરે છે.
Comments
Post a Comment