ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!
ઘણીવાર આપણા શરીરના અંગ ફફડતા હોય છે તો આ બાબતે પણ જ્યોતિષમાં અનેક મહત્વપૂર્ણ બાબતો બતાવવામાં આવી છે. શુકન-અપશુકનની માન્યતાઓના આધારે જ જ્યોતિષમાં અંગોને ફરકવાના સંકેત આપવામાં આવ્યા છે. પુરુષોના જમણા અંગ ફડકવા કે ફરકવા શુભ માનવામાં આવે છે. જ્યારે સ્ત્રીઓના ડાબા અંગ ફરકતા હોય તો શુભ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે માથાના અલગ-અલગ ભાગોના ફરકવાનો અર્થ અલગ અલગ હોય છે જેમ કે.. -મસ્તક કે માથાના ફરકવાથી સુખો પ્રાપ્ત થાય છે. -કાનપટ્ટી ફરકતી હોય તો ઈચ્છાઓ પૂરી જાય છે. -જમણી આંખ અને ભ્રમર ફડકે તો કોઈ ખાસ મનોકામના પૂરી થાય છે. -બંને ગાલ જો ફડકતા હોય તો ધન પ્રાપ્ત થાય છે. -જો હોઠ ફડકતા હોય તો કોઈ મિત્રનું આગમન થાય છે. -મો ફરકતું હોય તો પુત્ર તરફથી શુભ સમાચારના સૂચક હોય છે. -જો લગાતાર ડાબી પાપણ ફરકે તો શારીરિક કષ્ટ થાય છે. ભવિષ્યમાં થતી ઘટનાઓની બાબતે અંદાજો લગાવવા માટે જ્યોતિષમાં અનેક નાની-મોટી ઘટનાઓ બતાવવામાં આવી છે જેનાથી આપણને સંકેત મળી જાય છે કે આવનાર સમયમાં શું થશે. તેને જ શુકન કે અપશુકન કહેવામાં આવે છે.
Comments
Post a Comment