મણિબંધ પર 4 રેખાઓ હોય, તો સમજો તમે 100 વર્ષ જીવવાના!
જીવન અને મૃત્યુ એવા વિષય છે જેની માટે બધાને હંમેશા જિજ્ઞાસા રહેતી જ હોય છે. બધા જાણવા માગતા હોય છે કે તેમનું જીવન કેટલા વર્ષનું છે. આમ તો જીવન અને મૃત્યુ ઉપર કોઈનું પણ નિયંત્રણ નથી પરંતુ જ્યોતિષ પ્રમાણે કોઈપણ વ્યક્તિની સંભાવિત આયુ જોવાની અનેક વિદ્યાઓ પ્રચલિત છે. હસ્તરેખા પણ એક એવું જ માધ્યમ છે જેનાથી કોઈપણ વ્યક્તિની સંભાવિત જિંદગીની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. હસ્તજ્યોતિષ પ્રમાણે કલાઈના છેલ્લા ભાગમાં જોવા મળતી ત્રણ-ચાર રેખાઓને મણિબંધ કહે છે. મણિબંધ પણ વ્યક્તિના જીવન અને ભાગ્યને ઘણીબધી રીતે પ્રભાવિત કરે છે. કલાઈનો અંતે આ રેખાઓ જેટલી વધુ એટલી જ વધુ જિંદગી કે જીવન હોવાનું બયાન કરે છે. -બધા લોકોના હાથમાં અલગ-અલગ મણિબંધની રેખાઓ હોય છે. કેટલાક લોકોના હાથમાં બે મણિબંધ રેખાઓ હોય છે, તો કોઈના હાથમાં ચાર મણિબંધ રેખાઓ પણ જોવા મળે છે. આ રેખાઓ સ્વાસ્થ્ય, ધન અને પ્રતિષ્ઠાની સૂચક હોય છે. -હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે જો કલાઈ ઉપર ચાર મણિબંધ રેખાઓ હોય તો તેની ઉંમર પૂરી 100 વર્ષ હોય છે. જેના હાથમાં ત્રણ રેખાઓ હોય તેમની ઉંમર 75 વર્ષની હોય છે. બે રેખાઓ હોય તેઓ 50 વર્ષ અને એક જ મણિબંધ રેખા હોય તેની ઉંમર 25 વર્ષ હોય છે. -મણિબંધ રેખા તૂટેલી હોય કે છીન્ન-ભીન્ન હોય તો તે વ્યક્તિને જીવનમાં બરાબર અનેક બધાઓ આવે છે. તેની વિરુદ્ધ જો આ રેખાઓ નિર્દોષ અને સ્પષ્ટ હોય તો તેનો પ્રભાળ ભાગ્યોદય થાય છે.
Comments
Post a Comment