આંખનો રંગ પણ ખોલે છે તમારા રહસ્યની છબી, કેવા રંગની છે તમારી આંખ?

 એવું મોટાભાગે કહેવામાં આવે છે કે, વ્યક્તિની આંખ તેની આત્માનો અરીસો છે, બે લોકોની આંખનો કલર એક જેવો ક્યારેય જોવા મળતો નથી. કોઇ વ્યક્તિની આંખમાં જોઇને તમે તે વ્યક્તિના મૂડ અને ઇમોશન્સને જાણી શકો છો. વ્યક્તિની ગર્મજોશી, દેખભાળ, પ્રેમ, નિરાશા અને ઘૃણા જેવી ભાવનાઓ તેની આંખ પરથી જાણી શકાય છે. આ સિવાય વ્યક્તિની આંખ શું કહે છે?

વ્યક્તિ કોઇપણ જગ્યાએ જાય છે ત્યાં તેનું વ્યક્તિત્વ લઇને જાય છે. આંખ જ એક એવું અંગ છે જે વિપરીત સેક્સના લોકોને એકબીજા પ્રત્યે આકર્ષિત કરે છે. આ આંખ જ આપણને ભીડથી અલગ કરે છે. વ્યક્તિની આંખનો કલર તેને અન્ય કરતાં જુદો પાડે છે. સાથે જ, એક નવી ઓળખાણ પ્રદાન કરે છે. તેનાથી કોઇ ફરક નથી પડતો કે તમે કયા દેશ અથવા કઇ જાતીના સમૂહ સાથે સંબંધ રાખો છો. પરંતુ તેની વિશેષતાઓ સમાન રહેશે અને ઘણુ બધું કહી જશે.

આંખનો રંગ પણ ખોલે છે તમારા રહસ્યની છબી, કેવા રંગની છે તમારી આંખ?


કથ્થઇ આંખઃ-
 
અન્ય આંખના કલર્સ સિવાય આ સૌથી સામાન્ય રૂપથી મળી આવતો કલર છે વાદળી આંખવાળા લોકો સારો સ્વભાવ ધરાવનાર અને સ્નેહી હોય છે. આવા લોકો આકર્ષિત કરનાર, જમીન સાથે જોડાયેલા અને ઘરની બહાર ખૂબ જ આનંદ ઉઠાવનાર હોય છે. આવી આંખ ધરાવનાર વ્યક્તિ દ્રઢ નિશ્ચઇ હોય છે. આ લોકો ધનની ચિંતા ખૂબ જ ઓછા પ્રમાણમાં કરે છે અને વધું પ્રમાણમાં મિત્રો બનાવવામાં વિશ્વાસ રાખનાર હોય છે.

આંખનો રંગ પણ ખોલે છે તમારા રહસ્યની છબી, કેવા રંગની છે તમારી આંખ?

ગ્રે આંખઃ-
 
આવી આંખ ધરાવનાર વ્યક્તિ શાંત, બુદ્ધિમાન અને સંગઠિત વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. આવા લોકો પોતાનામાં જ ખોવાયેલા રહેતા હોય છે પરંતુ જે પ્રામાણિક હોય છે તે સાદી વિચારધારા ધરાવનાર હોય છે. આ કલરની આખ ધરાવનાર લોકો અંદરથી સ્ટ્રોંગ અને તર્કસંગત  વિચારો ધરાવનાર હોય છે અને કુશળ નેતૃત્વ કરી શકે તેવા હોય છે.

આંખનો રંગ પણ ખોલે છે તમારા રહસ્યની છબી, કેવા રંગની છે તમારી આંખ?

કાળી આંખઃ-
 
એવું માનવામાં આવે છે કે, કાળી આંખ ધરાવનાર લોકો દુર્લભ હોય છે. આવી આંખ ધરાવનાર લોકો રહસ્ય રાખનાર અને ભાવુક હોય છે. આવા લોકો પર જલ્દી વિશ્વાસ કરી શકાય તેવા પ્રામાણિક હોતા નથી પરંતુ આ લોકો યારોના યાર હોય છે. થોડા ધૈર્યહીન હોય છે પરંતુ આ લોકોમાં આશાઓ ખૂબ જ હોય છે.

ગ્રીન આંખઃ-
 
આ આંખનો સૌથી વધારે પસંદ થતો રંગ છે. આવી આંખ ધરાવનાર લોકો બુદ્ધિમાન અને સ્વ સંચાલિત હોય છે. સંબંધોમાં આ લોકો થોડા ભાવુક હોય છે. મિત્ર સ્વરૂપે આ લોકો મજાકિયા હોય છે અને હસી-હસીને સામેવાળી વ્યક્તિનું પેટ દુખાડે તેવો સ્વભાવ ધરાવે છે. આ લોકો જીવનને જિંદાદિલીથી જીવવું પસંદ કરે છે પરંતુ થોડી ઇર્ષા પણ આ લોકોમાં જોવા મળે છે.

વાદળી આંખઃ-
 
આ વાતમાં કોઇ શંકા જ નથી કે આંખનો આ કલર લોકોમાં ખૂબ જ પ્રિય છે. બ્લૂ આંખવાળા લોકો સુંદર, દયાળુ અને સ્માર્ટ હોય છે. આ લોકો પોતાની અન્ચને પરખવાની કળા માટે જાણીતા માનવામાં આવે છે. સાથે જ, આ લોકો જરૂર પડવા પર મદદ માટે તૈયાર પણ રહે છે. આ લોકો એટલા મનભાવન હોય છે કે લોકો તેમના પ્રત્યે આકર્ષણ અને મિત્રતા ભર્યું અનુભવે છે.

હેઝલ આંખ(હળવી ભૂરી)-
 
હેઝલ આંખ ધરાવનાર લોકો રહસ્યમયી અને સ્વતંત્ર વિચારધારા ધરાવનાર હોય છે. આ લોકો શિષ્ટ, દયાળું, મૃદુભાષી, આનંદી અને અનેક ચરિત્ર વિશેષતાઓ ધરાવનાર હોય છે. આ લોકો પોતાનામાં જ વધુ ખોવાયેલા રહે છે. આવી આંખ ધરાવનાર લોકોની સાથે રહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!