તમારા પગની રેખાઓ પણ ભવિષ્ય કહે છે
જે પ્રકારે હાથોની રેખાઓના અધ્યયનથી કોઇપણ વ્યક્તિના ભુત,ભવિષ્ય અને વર્તમાન જાણી શકાય છે ઠીક તે જ રીતે માથા અને પગની રેખાઓનું પણ જ્યોતિષશાસ્ત્ર માં ઊંડુ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં ભવિષ્યને જાણવા માટે ઘણા પ્રકારની વિદ્યાઓ બતાવવામાં આવી છે. દરેક વિદ્યાઓનું પોતાનું અલગ મહત્વ હોય છે.માત્ર હાથોની રેખાઓ જ નહી પણ પગની રેખાઓથી પણ ભવિષ્ય જાણી શકાય છે. જે પ્રકારે હાથોમાં અલગ – અલગ ગ્રહોનું સ્થાન છે, ઠીક તે જ પ્રકારે પગમાં પણ હોય છે. પગનો રંગ,બનાવટ,પગની આંગળીઓ અને અંગુઠોના અધ્યયનથી કરીને કોઇપણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય છે. દરેકના પગમાં ઘણા પ્રકારની રેખાઓ હોય છે.જેનું જુદુ- જુદુ મહત્વ હોય છે.દરેક રેખાઓ અલગ – અલગ વાતો કહે છે. પગની રેખાઓમાં પણ ઘણા પ્રકારના શુભ અને અશુભ યોગ રહેલા હોય છે, જે વ્યક્તિને નામ,પૈસા, શોહરત અને બદનામી મળવાની સંભાવના પણ બતાવે છે.
Comments
Post a Comment