પોતાના ભવિષ્યને જાણી લે છે આવા લોકો
કાલે શું થશે? મારી આવતી કાલમાં શુ થવાનું છે?કાશ,હું જાણી શકતો હોત તો કેવું સારૂ નહિ!
લગભગ ઘણા લોકો આવી મહેચ્છા છાશવારે કરતાં જ હોય છે.આપણે વર્તમાનમાં જીવતા ભાવિ વિશે જાણવા માટે હંમેશા આતુર હોઇએ છીએ.
દરેક જણ એ જાણવા માટે હંમેશા આતુર હોય છે કે મારૂ અને મારા પરિવારનું આવનારી કાલ કેવી હશે?
પરંતુ સામાન્ય માણસ માટે ભવિષ્યને જાણવું એ લગભગ અસંભવ જ છે.
હસ્તરેખા જ્યોતિષ અનુસાર ઘણા લોકોના હાથમાં વિશેષ રેખા હોય છે જેના પ્રભાવથી આવનારા સમયને જાણી લે છે.
અમુક લોકોને અસામાન્ય શક્તિઓ પ્રાપ્ત હોય છે.જેનાથી તેઓ ભવિષ્યને જોઇ શકે છે.
આવા લોકો બહુ ઓછા હોય છે કે જે નાની-નાની ઘટનાઓનો પુર્વાભાસ કરી લે છે.
હસ્તરેખા જ્યોતિષ અનુસાર અતિન્દ્રિય જ્ઞાન રેખા બતાવી છે.આ જે વ્યક્તિના હાથોમાં હોય છે તેને આવનારી કાલમાં શુ થવાનું છે તે માલુમ પડી જાય છે.
આ રેખા બુધ ક્ષેત્ર(સૌથી નાની આંગળીનો નીચેના ભાગ)થી નીકળીને ચંદ્ર ક્ષેત્ર (અંગુઠાની સામે ની તરફ હથેળીના અંતિમ ભાગને ચંદ્રક્ષેત્ર કહે છે)ની તરફ જાય છે.આ રેખા અર્ધવૃત્તાકાર હોય છે.
અમુક લોકોના હાથમાં આ રેખા સ્વાસ્થય રેખાની સાથે – સાથે ચાલે છે અને અમુક લોકોના હાથમાં આ સ્વાસ્થય રેખાને કાપે પણ છે.
અતિન્દ્રિય જ્ઞાન રેખાના પ્રભાવથી વ્યક્તિ સંવેદનશીલ હોય છે.તે વાતાવરણમાં આવેલા બદલાવને તરત જ અનુભવી લે છે,આવી રેખા જે વ્યક્તિના હાથમાં હોય તેને અજ્ઞાત શક્તિઓ પ્રાપ્ત થાય છે.
Comments
Post a Comment