હથેળીમાં અહીં જેટલી રેખાઓ હશે, તેટલાં જ પ્રેમ સંબંધ હશે
ઘણાં લોકોનાં જીવનમાં અમુક એવી વાતો હોય છે જે તે અન્ય વ્યક્તિઓથી છુપાવે છે. પ્રેમ પ્રસંગ પણ આવી છુપાવનારી વાતોમાંથી એક છે. ઘણાં લોકોને પોતાનાં પ્રેમ પ્રસંગ જાહેર થાય તે વાત ગમતી નથી. અમુક પ્રેમીઓનું મિલન થઇ શકતું નથી તો અમુક લોકોનાં લગ્ન બીજા કોઇની સાથે થઇ જાય છે. આવામાં તે પોતાનાં ભુતકાળને ભુલીને આગળ વધે છે પણ પરંતુ જ્યોતિષ અનુસાર પ્રેમ પ્રસંગોની જાણકારી હસ્તરેખા દ્વારા જાણી શકાય છે. હસ્તરેખા જ્યોતિષ અનુસાર આપણાં હાથની નાની-નાની રેખાઓ વારંવાર બદલાય છે પરંતુ વિશેષ રેખાઓમાં મોટા પરિવર્તન થતાં નથી. આ મહત્રપુર્ણ રેખાઓમાં જીવન રેખા, ભાગ્ય રેખા, હ્રદય રેખા, મણિબંધ, સૂર્ય રેખા અને લગ્ન રેખાનો પણ સમાવેશ છે. લગ્નરેખા વ્યક્તિનાં લગ્નજીવન અને પ્રેમ પ્રસંગની જાણકારી આપે છે. લગ્નરેખા લિટલ ફિંગર( સૌથી નાની આંગળી)નાં નીચેના ભાગમાં હથેળીની અંતિમ બોર્ડર પર હોય છે. આ ક્ષેત્રને બુધ પર્વત કહે છે. બુધ પર્વતનાં અંતમાં કે એક કે એકથી વધુ આડી અને ઘેરી રેખાઓ હોય છે. જેને લગ્નરેખા કહે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિનાં હાથમાં જેટલી લગ્ન રેખાઓ હોય છે તેને તેટલા જ પ્રેમ પ્રસંગ હોય છે. જો આ રેખા તુટેલી કે કપાયેલી હોય તો તે પ્રેમ વિચ્છેદને દર્શાવે છે. આ સાથે આ રેખા તમારા લગ્ન જીવન કેવું રહેશે તે પણ બતાવે છે. જો રેખાઓ નીચે તરફ જતી હોય તો વૈવાહિક જીવનમાં ઘણી મુશ્કેલીઓ વેઠવવાની સંભાવના રહેલી છે. - અમુક વિદ્વાનોનું માનવું છે કે લગ્નરેખાની સંખ્યાથી વ્યક્તિનાં વિપરીત લિંગ પ્રત્યેનાં આકર્ષણને પણ જાણી શકાય છે. - જો એકથી વધારે લગ્ન રેખાઓ હોય તો એવું મનાય છે કે તે વ્યક્તિનો કોઇ વિપરીત લિંગ તરફ વધારે ઘેરો સંબંધ હશે, જેને પ્રેમ ના ગણી શકાય. - જો કોઇ વ્યક્તિનાં ખુબ પાક્કા મિત્રો હોય ત્યારે પણ આ પ્રકારની રેખાઓ હોઇ શકે છે.વિવાહ રેખાની સાથે બન્ને હથેળીઓની દરેક રેખાઓનું પણ અધ્યયન જરૂરી છે નહીતર કરેલું ભવિષ્ય સચોટ નાં પણ હોઇ શકે.
Comments
Post a Comment