આંગળીઓ બતાવે છે કે તમારું કેરેક્ટર ઢીલુ છે કે...

જ્યોતિષ પ્રમાણે હસ્તરેખા ભવિષ્ય જાણવાની સચોટ પદ્ધતિ છે. તેના માધ્યમથી કોઈપણ વ્યક્તિનને ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનની જાણકારી તરત જ જાણી શકાય છે. સાથે જ હાથની બનાવટથી વ્યક્તિના સ્વભાવ અને તેના વિચારોને પણ જાણી શકાય છે.

હસ્તરેખાના અધ્યયનમાં હાથની નાની-નાની વાતોનો પણ ગાઢ મહત્વ હોય છે. જેમ આંગળીઓની બનાવટ કેવી છે, આ વાતથી કોઈપણ વ્યક્તિનો સ્વભાવનો અંદાજ લગાવી શકાય છે. જાણો શું કહે છે તમારી આંગળીઓ....

તર્જની આંગળીઃ-

-તર્જનની આંગળી અર્થાત્ ઇન્ડેક્સ ફિંગર જ્યોતિષ પ્રમાણે આ આંગળીની નીચેનો ભાગ ગુરુ પર્વત કહે છે. આને લીધે તેને ગુરુની આંગળી પણકહે છે, તેનાથી વ્યોક્તિના નેતૃત્વ ક્ષમતા, મહત્વાકાંક્ષા વગેરે ઉપર વિચાર કરવામાં આવે છે.

મધ્યમ આંગળીઃ-

-આ શનિની આંગળી કહેવામાં આવે છે. તેને મિડલ ફિંગ કરે છે આ આંગળી ધારદાર હોય તો વ્યક્તિ આળસી સ્વભાવનો હોય છે. આ આંગળીનો સૌથી ઉપરનો ભાગ ચમકદાર હોય તો વ્યક્તિ સારો વક્તા, પ્રભાવશાલી હોય છે.

અનામિકા આંગળીઃ- આ સૂર્યની આંગળી કહેવામાં આવે છે. તેને રિંગ ફિંગરના નામે પણ ઓળખવામાં આવે છે. આ આંગળી મધ્યમ આંગળીથી મોટી હોય તો વ્યક્તિ જોખમ ઊઠાવનારો હોય છે. અનાનિકા અને તર્જની બરાબર હોય તો વ્યક્તિમાં માન-સન્માન અને ધન કમાવાની તીવ્ર ઈચ્છા હોય છે.

કનિષ્ઠિકા કે લિટલ ફિંગરઃ-

કનિષ્ઠિકા આંગળી બુધની આંગળી કહેવામાં આવે છે. આ આંગળીની સારી-ખરાબ અવસ્થાઓથી વ્યક્તિની બુદ્ધિ અને કલા વગેરેનો વિચાર કરવામાં આવે છે.

આગળીઓમાં આ પ્રમાણેની વિશેષતા હોય તો આવા સંકેત છુપાયેલા હોયઃ- -જો ટચલી આંગળી સૌથી પાતળી હોય તો નિશ્ચિત રુપથી વૃદ્ધા અવસ્થામાં પૈસાનો અભાવ વર્તાશે.- જો આંગળીના આગળના ભાગમાં ટોચ વધારે હોય તો જીવનમાં વિલાસ વધે છે.

- જો દરેક આંગળીના મધ્ય ભાગમાં જગ્યા હોય તો તેના જીવનના અંત સુધી પૈસાનો અભાવ હોય છે.

- સીધી લીસ્સી અને પાતળી આંગળીઓવાળા પાસે ક્યારેય ધનની કમી નથી રહેતી.

- નાની આંગળી સામાન્યથી વધારે નાની હોય તો તેઓ કંજૂસ વૃત્તિ ધરાવનારા હોય છે.

- જેમની આંગળીનો આગળનો ભાગ તીક્ષ્ણ હોય તેઓ ખોટા સ્વપ્વનના મહેલોમાં રાચનારા હોય છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!