આંગળીઓનો આકાર કહી દે છે તમારો સ્વભાવ અને ભવિષ્ય
શું તમે જાણો છો કે હસ્તજ્યોતિષ પ્રમાણે કોઈપણ વ્યક્તિની આંગળીઓનો માત્ર અગ્રભાગ જ જોઈને તેના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. જાણો તમારી આંગળીઓ કેવી છે અને કંઈ આંગળીના આકારથી કેવો સ્વભાવ હોઈ શકે? તીખી આંગળીઓ(સ્ટ્રોંગ ફિંગર)— તીખી આંગળીઓનો અગ્રભાગ તીખો અર્થાત્ સ્ટ્રોગ હોય છે, આવા લોકો સમાજમાં અગ્રણી હોય છે. એવા વ્યક્તિ દાર્શનિક હોય છે. ખૂબ જ સમજદાર હોય છે. તેમના જીવનમાં સફળતા ઓછી જ રહેતી હોય છે કારણ કે આ લોકો કલ્પનાઓમાં ખોવાયેલા રહેતા હોય છે.ચપટી આંગળીઓઃ- ચપટી આંગળીઓ કાર્યકુશળતા અને સ્ફૂર્તિની સૂચક હોય છે. એવા વ્યક્તિ પોતાના કામમાં મનથી લાગેલા રહે છે. એવા વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. આત્મવિશ્વાસના બળે તેઓ દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરી લેતા હોય છે. એવા લોકો દરેક વસ્તુ ખરીદવાનો પ્રયત્ન કરે છે. પોતાના કામથી સમાજમાં નવું યોગદાન આપવામાં સફળ રહે છે. અણિયાળી આંગળીઓઃ- -આ આંગળીઓ સુંદર વિચારો અને સુંદર કાર્યો તરફ ઈશારો કરે છે. આવી આંગળીઓ ધરાવતા લોકોના જીવનમાં ઊતાર-ચઢાવ આવતા રહે છે. ક્યારેક તેઓ ખુશીની ચરમ સીમા ઉપર હોય છે તો ક્યારેક વધુ નિરાશ થઈ જતા હોય છે.વર્ગાકાર(સમચોરસ) આંગળીઓઃ- -જે વ્યક્તિના હાથમાં વર્ગાકાર આંગળીઓ હોય છે તે વ્યક્તિ દરેક કામ પ્લાનિંગ સાથે કરે છે. એવા લોકો પોતાની દરેક યોજના ઉપર ખૂબ જ વધુ વિચારીને અમલ કરે છે. તેમના દરેક કામમાં નિયમિતતા રહે છે એટલે તેઓ સફળતા પ્રાપ્ત કરતા હોય છે.
Comments
Post a Comment