તમારો સ્વભાવ કેવો છે? તે તમારી લખવાની સ્ટાઇલ પણ કહી આપે છે

સામાન્ય રીતે આપણી આદત કે જેવો આપણો સ્વભાવ હોય છે તદ્દન એ જ પ્રકારે આપણે બધા કામ કરીએ છીએ. આ કાર્યોને લીધે જ સમાજ કે ઘર પરિવારમાં આપણે સંબંધો સારા કે ખરાબ રહેતા હોય છે. જે લોકોની ખૂબ જ વધુ લોકો સાથે દોસ્તી હોય છે મોટાભાગે તેમની હેન્ડરાઇટિંગ આગળની તરફ ઝૂકેલી હોય છે. જી હા, કોઈ પણ વ્યક્તિની હેન્ડરાઇટિંગથી પણ તેનો સ્વભાવ અને આદતો જાણી શકાય છે.


જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લખાવટ પણ આપણા વ્યક્તિત્વને દર્શાવે છે. બધા લોકોની લખવાની શૈલી અલગ-અલગ હોય છે. કેટલાક લોકોના અક્ષર આગળ અથવા પાછળ તરફ ઝૂકેલા લખાતા હોય છે. જે લોકોના લખતી વખતે અક્ષર આગળ તરફ કે જમણી તરફ ઝૂકતા હોય તેમનો સ્વભાવ ખૂબ જ મૈત્રીપૂર્ણ હોય છે. આ કારણે દરેક જગ્યાએ તેમની દોસ્તીની સંખ્ય ખૂબ વધુ હોય છે. એવા અક્ષર લખનાર વ્યક્તિ અંતર્મનની વાતોને બીજાની સામે જલદીથી કહી દેતા હોય છે. તેઓ ખૂબ જ વ્યાવહારિક હોય છે. એટલે તેમના મિત્રો જલદી બની જતા હોય છે. આ લોકો જે પણ કામ કરે છે તે પૂરાં ઉત્સાહ અને ઉંમગ સાથે કરે છે. એવા લોકો આજે અર્થાત્ વર્તમાનમાં વિશ્વાસ રાખે છે. એટલે વીતેલી વાતોને વધુ દિવસ સુધી દિલમાં દબાવીને નથી રાખતા. ભવિષ્યની કલ્પના કરે છે કારણ કે તેમને પોતાની ઉપર વિશ્વાસ હોય છે. આ જિંદગીમાં પોતાની પ્રેરણાથી આગળ વધે છે. એવા લોકો ખૂબ જ ભાવુક હોય છે તથા મનમોજી પણ હોય છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!