ગાલના ડિમ્પલ ખોલે છે તમારું દરેક રહસ્ય, જાણો આ રીતે
જો તમે જાણવા માગતા હોવ કે કોણ કેવું છે? કોના દિલમાં શું ચાલી રહ્યું છે તો તમારે માત્ર કોઈના ગાલમાં બનતા ડિમ્પલ અને ગાલ ઉપર ધ્યાન આપવું જોઈએ. તેનાથી તમે આસાનીથી જાણી શકો છો કે કોણ કેવું છે? સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ગાલનો આકાર-પ્રકાર, રંગ, ચિકણાહટ તથા લાલીમાથી કોઈને સ્વભાવ, ચરિત્ર અને કાર્યક્ષમતાને જાણી શકાય છે. જે લોકોના ગાલમાં ખાડા પડે છે તે અધ્યયનશીલ, વિવેકી, ઉદારમન, સુંદર તથા સૌંદર્યપ્રેમી હોય છે. અલગ-અલગ રીતે ગાલમાં પડતાં ખાડાનું ફળ અલગ હોય છે વધુ ગોરા ગાલમાં ડિમ્પલ પડવા અશુભ માનવામાં આવે છે. કારણ કે સફેદ રંગના ગાલ અસ્વસ્થતાનું પ્રતીક હોય છે. એવા લોકો નિરાશાવાદી, આળસુ, હીનભાવનાથી ગ્રસિત, અનિશ્ચિતતાની ભાવનાથી ભરેલા હોય છે અને દરેક કાર્યને પોતાની રીતે જ કરે છે. હલકી લાલીમાવાળા ગાલમાં ખાડા જાતકને ક્રોધી, સાહસી, યુદ્ધપ્રિય અને ઉત્તેજીત હોવાનો સંકેત આપે છે સાથે જ એવા લોકોમાં અનેક વિશેષતાઓ હોય છે. ગુલાબી ગાલમાં પડતા ડિમ્પલ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. એવા ગાલમાં પડતા ખાડા જાતની સંતુલિત માનસિકતાને પ્રદર્શિત કરે છે. માંસલ (ભરેલા) ગાલને સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે ભોગી, સમૃદ્ધ તથા વિલાસી માનવામાં આવે છે. એવા ગાલમાં પડતા ખાડા બતાવે છે કે એવા લોકોનો માનસિક વિકાસ શરીરની સરખામણીએ ઓછો થાય છે. જો જાતકના ગાલ સામાન્ય માંસલ, ચિકણા તથા તેજવાળા હોય તો જાતકમાં શારીરિક અને માનસિક શક્તિ સંતુલિત હોય છે. એમાં આકર્ષણ, પ્રભાવ અને વ્યાવહારિકતાના ગુણ પણ હોય છે.
Comments
Post a Comment