તમારા હાથમાં ક્રોસનું નિશાન બન્યું તો, સમજો અશુભ ઘટનાના સંકેત !
જો તમારી સાથે કંઈક ખોટું થવાનું હોય તો, તમારા હાથમાં સંકેતના રૂપમાં અશુભ નિશાન બની જશે. એ જરૂરી નથી કે દર વખતે તકદીરમાં કેટલાક સારા જ સંકેત મળતા હોય. હસ્ત જ્યોતિષ પ્રમાણે જો તમારા હાથમાં ક્રોસનું નિશાન બની જાય તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. આ નિશાન તમને સાવધાન રહેવાનો સંકેત આપી દે છે. જો આવનાર દિવસોમાં તમારી પરેશાનીઓનો સામનો કરવો પડશે તો તમારા હાથમાં અલગ-અલગ જગ્યાએ ક્રોસનું નિશાન બનશે. જાણો હાથમાં કંઈ જગ્યાએ નિશાન કેવું ફળ આપે છેઃ- -જો હાથમાં મિડલ ફિંગરની નીચે ક્રોસનું નિશાન બનેલું હોય તો લડાઈ-ઝઘડાનો સંકેત મળે છે. -જો રિંગ ફિંગરની નીચેના ભાગમાં આ નિશાન બનવા લાગે તો સમજી લેવું જોઈએ કે બદનામીનો સામનો કરવો પડી શકે છે. આ નિશાન બિઝનેસમાં આવનાર પરેશાનીઓનો સંકેત આપે છે. -જો લિટલ ફિંગરની નીચેવાળા ભાગમાં એવું અશુભ નિશાન બનવા લાગે તો સમજવું જોઈએ કે તમારે આવનાર સમયમાં માનસિક તણાવ અને પરેશાનીઓમાંથી પરેશાનીઓથી પસાર થવું પડશે. -અંગુઠાની નીચેના ભાગ ઉપર જે શુક્રનો પર્વત કહે છે તેની ઉપર જો ક્રોસનું નિશાન બનેલ હોયતો સમજવું જોઈએ કે આવનાર સમયમાં લવ લાઈફમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે.
Comments
Post a Comment