મહાલક્ષ્મી રિસાઇ જાય છે આવા કાર્યોથી...
આધુનિક જીવનની દરેક સુવિધા અને સુખ મેળવવા માટે ધનની જરૂર તો હંમેશા રહે છે. પૈસાના અભાવમાં જીવવુ ઘણી વાર આકરૂ બની જાય છે અને મહાલક્ષ્મીની કૃપા જો ના હોય તો ધન પ્રાપ્ત કરવું સંભવ નથી. શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે.પૈસાથી જોડાયેલી દરેક સમસ્યાઓનું સમાધાન માત્ર મહાલક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે. જો દેવી લક્ષ્મી પ્રસન્ન થઇ જાય તો દરેક દેવી –દેવતાના આશીર્વાદ મળે છે. એની સાથે જ્યોતિષ અનુસાર કુંડળીના ઘણા દોષોનો પ્રભાવ ઓછો થઇ જાય છે. આ માટે મા લક્ષ્મીને મનાવવા માટે ઘણા પ્રકારે પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પૂજા વિધિ બાદ અમુક એવી વાતો અને કાર્યો બતાવવામાં આવ્યા છે કે જેનાથી મહાલક્ષ્મી સંબંધિત વ્યક્તિથી રિસાઇ જાય છે અને આર્થિક તંગી પણ વેઠવી પડે છે. - વેદ- પુરાણ અનુસાર જે વ્યક્તિ સુર્યોદય પછી અને સુર્યાસ્તના સમયે સુવે છે તેનાથી લક્ષ્મી રિસાઇ જાય છે.તેની સાથે દિવસમાં ઊંઘવુ એ પણ લક્ષ્મીનો નાશ કરે છે. - રાતમાં દહીં અને દિવસમાં દુધનુ સેવન કરવાથી લક્ષ્મીનો નાશ થાય છે. - ઘર,પૂજાઘરમાં કે દુકાનમાં કોઇપણ પ્રકારની ગંદકી કે દુર્ગંધ હોય તો લક્ષ્મીનો નાશ થાય છે. - કોઇપણ દિવસે વિશેષ રીતે ગુરૂવારે વધારે ઊંચી અવાજથી બોલવાકે લડવાથી લક્ષ્મી તે ઘરમાં નિવાસ નથી કરતી. - જે ઘરમાં પતિ- પત્નીનો પરસ્પરમાં વિવાદ થતો રહે તો ત્યાં લક્ષ્મીની કૃપા રહેતી નથી. - જે વ્યક્તિ પુરી રીતે સાફ- સફાઇથી ના રહે તેને ત્યાં દેવી મહાલક્ષ્મી નિવાસ કરતી નથી. - શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવતા આ કાર્યો કરનારથી મહાલક્ષ્મી હંમેશા દુર રહે છે. આ વાતોનું ધ્યાન રાખવાથી લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં નિવાસ કરશે.
Comments
Post a Comment