આવી આંગળીઓ હોય છે ખાસ, તેમાં છુપાયેલું છે પૈસાનું રહસ્ય
નાની હોવાને કારણે આપણે ભલે ને આ આંગળીને બહુ મહત્વ નથી આપતાં, પરંતુ શું તમે જાણો છો કે ટચલી આંગળીની નીચે આર્થિક લાભ આપનારો બુધ ગ્રહ હોય છે. આ ગ્રહનાં પ્રભાવથી વ્યક્તિને એવું ધન મળે છે. પૈસાથી સંબંધિત સારો એવો લાભ પણ આવાં લોકોને મળી શકે છે. ડાબોડી હોય તેવાં લોકોએ પોતાનાં ડાબાં હાથની આંગળીને જોવી જ્યારે જે લોકો જમણાં હાથે બધું કામ કરતા હોય તેવા લોકોએ જમણાં હાથની આંગળીઓને જોવી. આ ખાસ વાત હોય છે આંગળીમાં – - જો હાથની ટચલી આંગળીનો (કનિષ્ઠા) નખ એ રિંગ ફિંગર(અનામિકા)નાં બીજા ભાગ(અહીં ભાગ એટલે કે આંગળી જ્યાં પુરી થાય ત્યાં આવતો વેઢો એ પહેલો ભાગ ગણાય અને ત્યાર પછીનાં વેઢાને બીજો અને આંગળી જ્યાં પુરી થાય ત્યારે છેલ્લા વેઢાને ત્રીજો વેઢો ગણવો )થી આગળ નીકળીને ત્રીજા વેઢા સુધી જાય તો તેવા વ્યક્તિનાં જીવનમાં ક્યારેય નાણાંકીય તંગી રહેતી નથી. - જો કોઇનાં હાથમાં ટચલી આંગળીનો ત્રીજો વેઢો લાંબો હોય તો તે જાતકને ધનોપાર્જનમાં સફળતાનાં યોગ હોય છે. આવાં માણસ પૈસાનાં મામલાઓમાં ક્યારેય નિષ્ફળ નથી થતાં. - જો ટચલી આંગળી રિંગ ફિંગરનાં પ્રથમ વેઢા સુધી પહોંચી જાય તો તે જાતકને યાત્રા દ્વારા ધન મળે છે. - જો આંગળીનાં વેઢા લાંબા હોય તો તે જાતક ધનવાન હોવાની સાથે લાંબુ આયુ પણ મેળવે છે. - જો કોઇનાં હાથમાં સૂર્ય રેખાથી કોઇ નાની રેખા નીકળીને બુધક્ષેત્ર એટલે કે નાની આંગળી સુધી જાય તથા ટચલી આંગળીનો પ્રથમ વેઢો લાંબો હોય તો આવાં જાતક લેખન, પ્રકાશન દ્વારા પોતાની આજીવિકા પ્રાપ્ત કરે છે. - જો ટચલી આંગળીનો બીજો ભાગ લાંબો હોય અને બુઘ પર્વત પર કોઇ ઊભી રેખા હોય તો આવા જાતક ચિકિત્સાનાં ક્ષેત્રમાં ધનાર્જન કરે છે. - જો ટચલી આંગળી અને અનામિકા આંગળીની પરસ્પર જોડીએ તો તેનાં વચ્ચે છિદ્ર રહે તો તેવા જાતકોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે.
Comments
Post a Comment