ગાલ પર હશે જો આ નિશાન, ચમકી ઉઠશે તમારૂ નસીબ
આપણા શરીરમાં બનેલા નિશાન, મસાઓ, તલ વગેરેનો આપણા સ્વભાવથી ઘેરો સંબંધ હોય છે. જ્યોતિષ અનુસાર આ ચિન્હોથી કોઇપણ વ્યક્તિના આચાર- વિચાર, હાવ-ભાવ. વ્યવહાર વગેરે જાણી શકાય છે. ઘણા લોકોના ચહેરા પર મસાઓ હોય છે. મસા કાળો રંગના નિશાનને કહે છે જે ઘણા લોકોના શરીરમાં જોવા મળે છે. જ્યોતિષ અનુસાર જો કોઇ વ્યક્તિના જમણા ગાલ પર મસાઓ હોય છે તે ધન, આવક, સુખ અને શક્તિને પ્રાપ્ત કરનારો હોય છે. આવા વ્યક્તિ નસીબના ધની અને ખુબ પૈસા પ્રાપ્ત કરનારા હોય છે. આવા લોકો તેજ દિમાગવાળા હોય છે અને કોઇપણ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ ઘણી જલ્દીથી લાવનારા હોય છે. જમણા ગાલ પર મસાવાળા લોકો રસિક મિજાજવાળા હોય છે. વિપરીત લિંગ તરફ તેમનું વિશેષ આકર્ષણ હોય છે. આવા લોકોને હસી – મજાક કરવું ખુબ જ પસંદ હોય છે. આના સિવાસ જે લોકોના બન્ને ગાલ પર મસા હોય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં સારી રીતે નિર્ણય લઇ શકતાં નથી. તેમના જીવનમાં ઉતાર –ચઢાવ આવતા રહે છે. તેમને નાના – મોટા કાર્ય માટે ઘણી મહેનત કરવી પડે છે અને સફળતા પ્રાપ્ત કરવા માટે હંમેશા શંકા રહે છે.
Comments
Post a Comment