..એવા લોકો પ્રેમમાં ક્યારેય બદનામ થતા નથી !
પ્રેમ, ઈશ્ક કે મહોબ્બત એક એવો અહેસાસ છે જેની માટે કોઈપણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. પ્રાચીનકાળથી જ પ્રેમ સાથે જોડાયેલ અસંખ્ય કહાનીઓ, સાચા પ્રસંગો સાંભળતા આવી રહ્યા છીએ. પ્રેમમાં કોઈ પ્રેમીએ અનેક પ્રકારની યાતનાઓ સહન કરી અને અનેક પ્રકારે સમાજનો સામનો કર્યો. આજે પણ ઘણા લોકો પ્રેમમાં આ પ્રકારની સ્થિતિઓથી સામનો કરે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પ્રેમમાં ક્યારેય બદનામ નથી થતા અને તેમનો પ્રેમ સફળ પણ થાય છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે આપણા હાથોમાં નાની-નાની અનેક રેખાઓ હોય છે, જે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય તરફ ઈશારો કરે છે. કેટલીક રેખાઓ બતાવે છે કે વ્યક્તિનો પ્રેમ સંબંધ કયા પ્રકારનો રહેશે? સફળ રહેશે કે નિષ્ફળ? હૃદય અને મસ્તિસ્ક બંને આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે શરીરને ચલાવવામાં હૃદય અને મસ્તિસ્કનું યોગદાન છે એટલુ જ યોગદાન હસ્ત જ્યોતિષના માધ્યમથી કોઈનું ભવિષ્ય બતાવવામાં આ નામની(હૃદય-મસ્તિસ્ક) બે રેખાઓનું પણ હોય છે. હથેળીમાં જોવા મળતી ત્રણ રેખાઓમાં પહેલી રેખા હૃદયરેખા અને તેની નીચે સ્થિત મસ્તિસ્ક રેખા કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના હાથમાં હૃદયરેખા તથા મસ્તિસ્ક રેખા બંને સ્પષ્ટ, સુંદર, તૂટેલી ન હોય અને સમાન લંબાઈ લીધેલ હોય તો તે પ્રેમ સંબંધમાં ખૂબ જ ચતુર હોય છે. આ લોકો સ્વભાવે ખૂબ જ ગંભીર અને સમજદારથી કામ લેનારા હોય છે. એવા વ્યક્તિઓની સમજદારીને લીધે જ પ્રેમમાં ક્યારેય બદનામ નથી થવું પડતું. એવા લોકો બુરાઈઓ અને લડાઈ-ઝઘડાંઓથી બચીને રહે છે. આ સ્વભાવે ઘણા દયાળું અને પરોપકારી હોય છે. એવા વ્યક્તિનો પ્રેમ સફળ થાય છે. સાથે જ આ લોકો પોતાના જીવનસાથીનું પૂરું ધ્યાન રાખે છે અને હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે.
Comments
Post a Comment