આવો અંગુઠો તમારા માટે ભયાનક સાબિત થઇ શકે છે
વાંચવામાં થોડું અજીબ ચોક્કસ લાગશે પણ તમારા હાથનો અંગુઠો તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.જો તમે તમારા પોતાના અંગુઠાને ધ્યાનથી જોશો તો તમે જાણી શકશો કે તમારી સાથે શું ખતરનાક થઇ શકે છે.
હસ્તરેખા વિજ્ઞાન અનુસાર જો તમારા અંગુઠાની બનાવટની સાથે તેના પર બનેલા નિશાન અને રેખાઓ પર ધ્યાન આપવામાં આવે તો જાણી શકશો કે તમારી સાથે શું ખરાબ થઇ શકે છે. હસ્તરેખા જ્યોતિષ અનુસાર અંગુઠો પણ તમારા ભવિષ્ય વિશે છુપાયેલી સારી અને ખરાબ ઘટનાઓ વિશે ઘણું કહી આપે છે.
તમારા હાથનો અંગુઠો વાંકો અને બહારની તરફ નીકળ્યો હોય તો તમારે પિતૃદોષ હોઇ શકે છે.
જાણો તમારો અંગુઠો શું કહે છે
- જો તમારા હાથનો અંગુઠો કંઇક વાંકો થઇને બહારની તરફ વળેલો હોય તો તમે દુર્ઘટનાઓનો શિકાર થઇ શકો છો. આવા લોકોને અચાનક નુકસાન થઇ શકે છે.
- હાથનો અંગુઠો કડક અને કદરૂપો દેખાય તો સમજવું જોઇએ કે વારંવાર ધનહાનિ થશે.
- જો અંગુઠોના કોઇપણ પોર પર ક્રોસનું નિશાન બનેલું હોય તો તમારા પરિવારમાં વગર કારણે લડાઇ- ઝઘડો થતો રહેશે.
- જો તમારા અંગુઠો હથેળીથી બહારની તરફ નીકળ્યો હોય તો પતિ- પત્નીમાં લડાઇ થાય છે અને વંશવૃદ્ધિ રોકાઇ જાય છે તેની સાથે આવકના સ્ત્રોત પણ જલ્દી મળતા નથી.
Comments
Post a Comment