આવી આંગળીઓ હશે, તો કમાણી ઓછી અને ખર્ચો વધુ રહેશે
આમ તો મોટાભાગનાં લોકોની સાથે આ સમસ્યા રહે છે કે તેમની કમાણીથી વધારે ખર્ચો થતો હોય છે.ભલે ને ગમે તેટલા કમાઇએ પણ ક્યારેક- ક્યારેક પૈસાની તંગી તો સર્જાતી હોય છે. હસ્ત રેખા જ્યોતિષ અનુસાર હાથને જોઇ જાણી શકાય કે જો કોઇ વ્યક્તિની આવક ખર્ચાથી ઓછી હોય તો... હસ્ત જ્યોતિષ અનુસાર જ્યારે કોઇપણ વ્યક્તિની આંગળીઓને ધ્યાનથી જોવામાં આવે અને જો દરેક આંગળીને એક સાથે મેળવીએ અને તેનાં વચ્ચે જો જગ્યા દેખાય તો તે સારી કે શુભ વાત મનાતી નથી. આંગળીઓની વચ્ચે જગ્યા હોવી એ વાત બતાવે છે કે વ્યક્તિના ખર્ચા તેની કમાણીથી વધારે રહેશે.તે વધારે ને વધારે ધન કમાવવાનો પ્રયાસ કરશે પરંતુ ખર્ચાઓ પણ વધતાં જ રહેશે. કોઇપણ વ્યક્તિની હથેળીનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે તો તેનાં વિષયમાં સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં હસ્તરેખાનું ઘણુ ઘેરૂ મહત્વ આપવામાં આવ્યુ છે.આપણાં દરેક ગુણ – અવગુણ, શુભ કે અશુભ, ભાગ્ય- દુર્ભાગ્યથી જોડાયેલી દરેક વાતો હાથની રેખાથી જાણી શકાય છે.
Comments
Post a Comment