જો તમારા હાથોમાં આ અદભુત મુદ્રિકા હોય તો શું થશે? જાણો..
હાથોની અમુક રેખાઓ એ આપણું જીવન અને આયુષ્ય નક્કી કરે છે, જ્યોતિષ અનુસાર હાથોની રેખાના અધ્યયનથી કોઇપણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય વગેરે જાણી શકાય છે. જેમ – જેમ આપણે કર્મ કરીએ છીએ ઠીક તેવા બદલાવ આપણા હાથોની રેખામાં દેખાય છે. જો કોઇ વ્યક્તિ હાથ પર શુક્ર મુદ્રિકા હોય તો જાણો તેનું ભવિષ્ય અને કેવો સ્વભાવ હશે? શુક્ર મુદ્રિકા અડધી ગોળ હોય છે. આ ઇંડેક્સ ફિંગર અને મીડલ ફિંગરની વચ્ચે પ્રારંભ થઇ રિંગ ફિંગર કે લિટલ ફિંગર સુધી જાય છે. અમુક લોકોના હાથોમાં આ રેખા તુટેલી હોય છે તો અમુક લોકોના હાથોમાં આ રેખા આખી હોય છે.સામાન્ય રીતે આ રેખા કલાત્મક અને દાર્શિનક હાથોમાં હોય છે. જો વ્યક્તિના હાથોમાં શુક્ર મુદ્રિકા હોય છે તે સંવેદનશીલ તો હોય જ છે તે સાથે ચિડિયા સ્વભાવ વાળુ હોય છે.નાની- નાની વાતોમાં તેને ઘણો ગુસ્સો આવી જાય છે. આવા લોકો ઘણા જોશમાં કાર્ય કરે છે તો ઘણીવાર એકદમ નિરાશ થઇ જાય છે તેમનો સ્વભાવ સ્થિર નથી રહેતો.
Comments
Post a Comment