હાથ મેળવીને જાણો કેવા લોકો હોઈ શકે છે તમારી માટે ખતરનાક
તમે જ્યારે કોઈની સાથે હાથ મેળવો તો સામેવાળાની હથેળીનું ધ્યાન આપો. તમારી સાથે હાથ મેળવાનારની હથેળી જો સખત હોય તો એવા વ્યક્તિથી સાવધાન રહેજો...? હસ્ત જ્યોતિષમાં હથેળીની ત્વચાના રંગ અને તેની કાંતિ અને આકૃતિને પણ ધ્યાનમાં રાખી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય બતાવી શકાય છે. જ્યોતિષમાં કઠોર અને વધુ સખત ત્વચાવાળા હાથને કેવો માનવામાં આવે છે જાણો? જેનો હાથ ખૂબ જ વધુ સખત હોય છે એવા લોકો બુદ્ધિહહીન હોય છે. બીજાને દુઃખી જોઈ ઘણા ખુશીનો અનુભવ કરે છે. મોટાભાગે એવા હાથ અપરાધી લોકોના હોય છે. એવા વ્યક્તિઓનું જીવન રુક્ષ અને કઠોર હોય છે. પ્રેમના ક્ષેત્રમાં આ લોકો કઠોર હોય છે. જે લોકોની હાથેળીની ત્વચા સુકી અને સખત હોય છે. આ લોકો અસ્થિર સ્વભાવના હોય છે. તેમને જે પણ સલાહ આપવામાં આવે છે તે એ રીતે જ કામ કરવા લાગે છે. અર્થાત્ બીજાની વાતોમાં ઝડપથી આવી જાય છે. જેના હાથમાં થોડી ઓછી સખ્તાઈ હોય છે એવા લોકો કાર્યને સૌથી વધુ મહત્વ આપનારા હોય છે. બાધાઓ આવતા નિરાશ નથી થતા. તેઓ વગર હાર માન્ય લગાતાર પોતાના કામને કરતા રહે છે. તેઓ વધુ ઈમોશલ નથી થતા, વિશેષ કરીને તેમના કાર્યક્ષેત્રમાં પૂરી રીતે પ્રોફેશનલ હોય છે પરંતુ આ પ્રકારના હાથવાળા વ્યક્તિનું અવલોકન કરતા પહેલા ઉંમરનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઉંમરની સાથે તેમનો સ્વભાવ બદલાઈ જાય છે. સામાન્ય રીતે સખત હાથવાળા વ્યક્તિ બુદ્ધિજીવી હોય છે અને પરિશ્રમથી જ પોતાનું જીવન વિતાવે છે. મહેનત વધુ કરે છે અને પરિણામ હંમેશા ઓછું જ મળે છે.
Comments
Post a Comment