ધ્યાન રાખો, આ બે દિવસોમાં લક્ષ્મી ઘરે આવતા પહેલા આવા સંકેતો આપશે

જો દિવાળીના એક દિવસ પહેલા જ તમને આવા સંકેતો કે ઇશારાઓ મળે તો સમજજો કે લક્ષ્મીજી તમારા ઘરમાં આ દિવાળી પર ચોકક્સ આવશે. - જો તમારા શરીરનાં જમણા ભાગમાં કે જમણા હાથમાં ખંજવાળ આવી રહી છે તો સમજજો કે લક્ષ્મી આવવાની છે. - બેંકમાં પૈસા જમા કરાવતી વખતે જો રસ્તામાં ગાય આવી જાય તો તમારા ધન સંબંધિત દરેક કામ પુરા થાય છે. - જો તમે ક્યાંક જઇ રહ્યા હો અને જતી વખતે રસ્તામાં કોઇ સુંદર સ્ત્રી કે કન્યા દેખાય તો તેને શુભ માનજો. - લેણ- દેણના સમયે પણ પૈસા હાથથી છુટી જાય તો સમજવું જોઇએ કે ધનલાભ થશે. - તમે ઊંઘીને ઉઠ્યા હો અને સવારે- કોઇ ભિખારી માંગવા આવે તો સમજવું જોઇએ કે તમારા દ્વારા આપેલા પૈસા ( ઉધાર) પાછા આવી જશે. આવા વ્યક્તિને કદી ખાલી હાથે જવા દેતા નહીં. - જો તમે ધન સંબંધિત કામ માટે કે ખરીદી માટે જઇ રહ્યા હોય અને તેવામાં તમારાં કપડાંમાથી ક્યાંકથી પૈસા પડી જાય તો તે તમારા માટે ધન પ્રાપ્તિનો સંકેત છે. - ક્યાંક જતી વખતે નોળિયા દ્વારા રસ્તો કાપવો કે નોળિયો દેખાવો એ શુભ સંકેત છે. - દિવાળીના આ દિવસોમાં તમને ક્યાંક નોળિયો દેખાય તો તમને ગુપ્ત ધન મળવાની સંભાવના છે. - આમ તો, દિવસમાં નોળિયો દેખાવો એ શુભ માનવામાં આવતું નથી પણ તે છતાં પણ ઘણા સ્થાનોમાં તે આફતથી બચાવનારૂ અને ધનની પ્રાપ્તિ કરાવનારું હોય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!