‘સિર્ફ ચહેરા દેખો...’ ખબર પડી જશે કે કેટલું જીવશો
શુભ લલાટ પ્રત્યેક રેખામાં 25 ટકા ઉંમરનો વધારો કરે છે તથા અશુભ લલાટ એટલા જ ટકા ઉંમરને ઘટાડે છે - માથા ઉપર પાંચ ઉત્તમ રેખાઓ હોય તો એવા વ્યક્તિ 100 વર્ષ સુધી સુખ ભોગવે છે
આ અનોખુ પણ સત્ય છે, તમને વિશ્વાસ નહીં થઈ રહ્યો હોય પરંતુ એવું બની શકે છે કે તમારે કોઈની ઉંમર વિશે જાણવું હોય તો માત્ર તેના ચહેરા ઉપર જ ધ્યાન આપો. તેનાથી તમે આસાનીથી જાણી શકશો કે તે કેટલા વર્ષ સુધી જીવશે?
તમે એ તો સાંભળ્યું જ હશે કે હસ્તરેખા કે જન્મ કુંડળથી કોઈની ઉંમરને જાણી શકાય છે. શું તમે એ જાણો છો કે તમે કોઈનો માત્ર ચહેરો જોઈને જાણી શકો છો કે તેની ઉંમર કેટલી છે? એ કોઈ મુશ્કેલ કામ નથી. જાણો કેવી રીતે થઈ શકે છે - આ જ્યોતિષ પ્રમાણે તમે કોઈની લલાટની રેખાઓ જ જોઈને જ જાણી શકો છો કે તેની ઉંમર કેટલી છે. એટલા માટે જ લલાટની સ્થિતિ, આકાર-પ્રકાર, રંગ કે ચિકણાહટનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
શુભ લલાટ પ્રત્યેક રેખામાં 25 ટકા ઉંમરનો વધારો કરે છે તથા અશુભ લલાટ એટલા જ ટકા ઉંમરને ઘટાડે છે.
-માથા ઉપર બે પૂરી રેખાઓ હોય જે જાતકની ઉંમર લગભગ 60 વર્ષ હોય છે.
-સામાન્ય મસ્તક ઉપર ત્રણ શુભ રેખાઓ હોય તો વ્યક્તિ 75 વર્ષ સુધી જીવતો હોય છે જો માથા ઉપર શ્રેષ્ઠ હોય તો તે વધુ પણ જીવી શકે છે.
-નિમ્ન લલાટ ઉપર પણ શુભ ગુણોવાળી ચાર રેખાઓ હોય તો વ્યક્તિની ઉંમર લગભગ 75 વર્ષ હોય છે.
-સામાન્ય માથા ઉપર પાંચ ઉત્તમ રેખાઓ હોય તો એવા વ્યક્તિ 100 વર્ષ સુધી સુખ ભોગવે છે.
-જો ઉન્નત મસ્તક ઉપર પાંચથી વધુ રેખાઓ હોય તો એવા વ્યક્તિની ઉંમર મધ્યમ અને જો મસ્તક ઉપર નિમ્ન શ્રેણીની હોય તો વ્યક્તિ અલ્પઆયુ હોય છે.
-મસ્તકની બે રેખાઓના કિનારા એકબીજા સાથે સ્પર્શ કરતા હોય તો એવા વ્યક્તિની ઉંમર લગભગ 60 વર્ષ સુધીની હોય છે.
-મસ્તક ઉપર જો કોઈની રેખા ન હોય તો એવો વ્યક્તિ 25થી 40 વર્ષમાં જ મૃત્યુ પામતો હોય છે.
Comments
Post a Comment