જો હથેળીમાં આ રેખા તુટેલી હશે તો જીવ જોખમમાં મુકાઇ શકે છે
હસ્તરેખા જ્યોતિષ અનુસાર આપણાં હાથમાં ઘણી રેખાઓ હોય છે, જે આપણા જીવનની અલગ-અલગ વાતોને પ્રભાવિત કરે છે. આ રેખાઓ જેટલી સ્પષ્ટ અને દોષરહિત હોય છે તેટલું જ સારૂં માનવામાં આવે છે.મુખ્ય રૂપે દરેકની હથેળીમાં ત્રણ રેખાઓ જીવન રેખા,મસ્તિષ્ક રેખા અને હ્રદય રેખા સ્પષ્ટ હોય છે.આ ત્રણેય રેખામાં પણ જીવનરેખાનું સૌથી વધુ મહત્વ ધરાવે છે. આપણી હથેળીમાં જેવી જીવનરેખા હોય છે તે જ રીતે આપણું જીવન ચાલે છે. જો આ રેખા ક્યાંકથી તુટેલી હોય તો તે અશુભ માનવામાં આવે છે.આવામાં જીવનરેખા અનુસાર આયુષ્યની ગણના પછી આ વાતનો અંદાજો લગાડવામાં આવે છે કે જીવનરેખા તુટેલી હોય તો તે આયુષ્યમાં વ્યક્તિને કોઇ ગંભીર સંકટનો સામનો કરવો પડી શકે છે. જો જીવનરેખા અન્ય નાની-નાની રેખાઓ તુટેલી હોય તો જ્યાંથી જીવનરેખા તુટેલી કે કપાયેલી હોય ત્યારે આયુષ્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો જીવનરેખા તુટેલી હોય અને તેની સાથે અન્ય રેખાથી સમાંતર રૂપે ચાલી રહી હોય તો જીવનરેખાનાં તુટવા પર તે અશુભ પ્રભાવને નષ્ટ કરી દે છે. ક્યાં હોય છે જીવનરેખા હથેળીમાં સામાન્ય રીતે ત્રણ રેખાઓ મુખ્યરૂપે જોવા મળે છે.આમાંથી જો રેખા અંગુઠાની નીચે શુક્ર પર્વતને ઘેરાયેલી હોય તેને જીવનરેખા કહેવાય છે.આ રેખા ઇંડેક્સ ફિંગરની નીચે સ્થિત ગુરૂ પર્વતની આસપાસથી પ્રારંભ થઇને હથેળીનાં અંત એટલે કે મણિબંધ સુધી જાય છે.
Comments
Post a Comment