હથેળીમાં આવું ચિન્હ તમને અપાવશે મૃત્યુ સામે રક્ષણ
હથેળી પર બનેલી રેખા આપણું ભવિષ્ય બતાવે છે,આ બાબતથી તો આપણે સારી રીતે પરિચિત છીએ. નાની મોટી દરેક રેખાઓનું પોતાનું અલગ મહત્વ છે.રેખાઓની સાથે અમુક લોકોના હાથોમાં વિશેષ ચિન્હ પણ હોય છે. હસ્તરેખા જ્યોતિષ અનુસાર ઘણા પ્રકારના ચિન્હો બતાવવામાં આવ્યા છે.અમુક ચિન્હ શુભ ફળ પ્રદાન કરે છે તો અમુક ખરાબ ફળ આપે છે. - શુભ ફળ આપનારા ચિન્હોમાંથી એક ચિન્હ છે વર્ગનું ચિન્હ. વર્ગનું નિશાન એટલે ચાર ખુણાઓવાળું ચિન્હ.જો કોઇ વ્યક્તિના હથેળી પર જે જગ્યાએ, જે રેખા પર આ ચિન્હ હોય તો તે ત્યાંના અશુભ પ્રભાવોને ઓછું કરે છે. આને સુરક્ષા ચિન્હ માનવામાં આવે છે.જો કોઇ વ્યક્તિની હાથોમાં જીવનરેખા તુટી ગઇ હોય તો તેના મૃત્યુની સંભાવનાને વ્યક્ત કરે છે. જીવનરેખા જ્યાંથી તુટી ગઇ હોય ત્યાં કોઇ વર્ગનું ચિન્હ હોય તો સમજવું કે આ સમયે આવનારી મૃત્યુથી રક્ષા થશે. - જો ભાગ્યરેખા વર્ગ ચિન્હમાં પ્રવેશ કરી રોકાયેલી હોય તો તે સમયમાં વ્યક્તિને ધન સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ વર્ગ ચિન્હને કારણે ભાગ્ય રેખા આગળ નીકળી જાય તો સમજવું કે દરેક મુશ્કેલીઓ દુર થશે, - જો મસ્તક રેખા પર વર્ગનું ચિન્હ હોય તો તેને મગજ સંબંધી બીમારીઓથી રક્ષા કરે છે. હ્રદય રેખા પર આવું ચિન્હ હ્રદયની બીમારીથી રક્ષા કરે છે.
Comments
Post a Comment