કાળી આંખોવાળી યુવતીઓ બને છે શ્રેષ્ઠ જીવનસાથી
આંખો આપણા શરીરનું મહત્વનું અંગ છે. દરેક વ્યક્તિના મનોભાવ તેની ઈચ્છાઓ આંખોમાં દેખાઈ જાય છે. આંખો આપણા મનનું દર્પણ છે. કહેવાય છે કે આંખો દ્વારા જ કોઈ વ્યક્તિના વિચારો અને તેની સમજણને જાણી શકાય છે. આંખોના ભાવથી અને તેના દ્રષ્ટિકોણથી કોઈ પણ વ્યક્તિનો સ્વભાવ પણ જાણી શકાય છે. તો સમજીએ કેવી રીતે જાણી શકાય આંખોના ભાવ.. - જે યુવતીની આંખો નાની હોય છે તે શુભ લક્ષણોવાળી હોય છે. - તેજીલી આંખોવાળી યુવતીઓ ચંચળ સ્વભાવની હોય છે. - ગોળ અને બિલાડી જેવી આંખોવાળી યુવતીઓ કુટીલ સ્વભાવની હોય છે. - જે યુવતીઓ આંખો ફાડીને જોવે છે તેઓ એડવાન્સ પ્લાનિંગ સાથે કામ કરનારી હોય છે. - નાની પાંપણો ધરાવતી યુવતીઓ ભાગ્યશાળી હોય છે. - જે યુવતીની આંખો હરણની જેમ મોટી હોય છે તે યુવતીઓ પગફેરા માટે સારી ગણવામાં આવે છે. - મોટી અને કાળી આંખોવાળી યુવતીઓ ખૂબ સારી માનવામાં આવે છે અને તેઓ સારી જીવનસંગિની બને છે.
Comments
Post a Comment