હથેળીની આ રેખા જણાવી દે છે તમારો 'હાલ- એ - દીલ'
જ્યોતિષ શાસ્ત્રમાં એવી ઘણી વિદ્યાઓ આપવામાં આવી છે જેનાથી કોઇપણ વ્યક્તિનાં ભૂત,ભવિષ્ય અને વર્તમાનને જોઇ શકાય.આ વિદ્યાઓમાંથી એક છે હસ્તરેખા. હાથોની રેખાઓમાં આપણું ભવિષ્ય છુપાયેલું હોય છે અને હથેળીનો અભ્યાસ કરવાથી કોઇ પણ વ્યક્તિનાં વિષયમાં સંપુર્ણ જાણકારી મેળવી શકાય છે.હાથની રેખા દ્વારા કોઇનાં હ્રદય સંબંધી સ્થિતિ પણ જાણી શકાય છે. -જો હથેળીમાં ઘણી લગ્ન રેખાઓ હોય અને બૃહસ્પતિ પર્વત વિકસીત હોય તો વ્યક્તિ નિશ્ચિત રૂપે ઘણી પ્રેમિકાઓ રાખે છે અને તેનાં સંબંધ વાસનામય ના હોઇને સાત્વિક હોય છે અને તે પોતાનાં સંબંધોને ગુપ્ત રાખે છે. - જો શનિ પર્વત પુર્ણ વિકસીત હોય તો તે વ્યક્તિ પોતાનાથી મોટી આયુની સ્ત્રીઓને ભોગવે છે. - જો સૂર્ય પર્વત વિકસીત હોય તો તે વ્યક્તિ બહુ વિચારી સમજીને સ્ત્રીઓ સાથે સંપર્ક બનાવે છે.ઉપરોક્ત લગ્ન રેખાઓ અને બુધ પર્વત જો વિકસીત હોય તો વ્યક્તિને પ્રેમિકાઓ દ્વારા લાભ પ્રાપ્ત થાય છે. - જો ચંદ્ર પર્વત પુષ્ટ હોય તો વ્યક્તિ સુંદર સ્ત્રીઓ પાછળ ગાંડો બની જાય છે.જો શુક્ર પર્વત ઉન્નત હોય અને લાલિમા યુક્ત હોય તો તે વ્યક્ત અનૈતિક સંસર્ગ કરે છે.
Comments
Post a Comment