એવા લોકોને જીવનમાં બધુ જ મળી જાય છે, જેમની પત્રિકામાં...!
જીવનમાં આપણી ઇચ્છાઓ અનંત છે. એક મનોકામના પૂરી થાય કે તે જ સમયે બીજી ઈચ્છાઓ જાગૃત થઈ જાય છે. આ ઈચ્છાઓ પૈસા, પરિવાર, સમાજ, માન-સન્માન વગેરે સાથે જોડાયેલી રહેતી હોય છે. મોટાભાગના લોકોને અઢળક ધન પ્રાપ્ત કરવાની લાલસા રહે છે. વધુ પૈસા કમાવાની ઈચ્છા ઘણા ઓછા લોકોની પૂરી થઈ શકે છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે હથેળીમાં કેટલીક રેખાઓ એવી હોય છે જે બતાવે છે કે વ્યક્તિ ધની અને સફળ થશે કે નહીં? હથેળીમાં જીવન રેખા, હૃદયરેખા, મસ્તિસ્ક રેખા સૌથી અલગ જોવા મળે છે. આ રેખાઓની સાથે જ અન્ય નાની-નાની રેખાઓ મળીને આપણા ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન તરફ ઈશારો કરે છે. હથેળીમાં કેટલીક રેખાઓ જીવન રેખાની આસપાસ જોવા મળે છે. જો જીવન રેખાને અનેક નાની-નાની રેખાઓ કાપતી કાપતી નીચે તરફ જતી હોય તો વ્યક્તિના જીવનમાં પરેશાનીઓને દર્શાવે છે. જો આ પ્રકારની રેખાઓ ઉપર તરફ જતી હોય તો વ્યક્તિ સફળતાઓ પ્રાપ્ત કરે છે. ઉપર તરફ જતી રેખાઓ શુભ માનવામાં આવે છે. આ રેખાઓની સાથે જ હથેળીમાં અન્ય રેખાઓ પણ શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને જીવનમાં બધુ જ પ્રાપ્ત થઈ જાય છે.
Comments
Post a Comment