તમારું લગ્નજીવન કેવું વિતશે? જાણો લગ્નરેખાથી

આપણી વિચારસરણી જેવી હોય તે પ્રમાણે હાથોની રેખામાં ફેરફાર થતા રહે છે. સામાન્યરીતે આપણા હાથની નાની-નાની રેખાઓ બદલાતી રહે છે. પરંતુ ખાસ રેખાઓમાં પરિવર્તન નથી થતું. આ મહત્વપૂર્ણ રેખાઓમાં જીવનરેખા, ભાગ્યરેખા, હૃદયરેખા, મણિબંધ, સૂર્યરેખા અને લગ્નરેખા સામેલ છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે લગ્નરેખાથી જ કોઈપણ વ્યક્તિના લગ્ન અને પ્રેમ પ્રસંગ ઉપર વિચાર કરવામાં આવે છે. ક્યાં હોય તે લગ્નરેખાઃ- -લગ્નરેખા નાની આંગળીની નીચેના ભાગમાં હોય છે. આ ભાગને બુધ પર્વત કહે છે. બુધ પર્વતના અંતે કેટલીક આડી ગાઢ રેખાઓ હોય છે. આ રેખાઓને લગ્ન રેખા કહે છે. -આ રેખાઓ જેટલી સંખ્યામાં હોય તેટલા એ વ્યક્તિના પ્રેમપ્રસંગ હોય છે. જો આ રેખા કપાયેલી કે તૂટેલી હોય તો લગ્નવિચ્છેદની સંભાવના રહે છે. તેની સાથે જ આ રેખા લગ્ન જીવન કેવું રહેશે તે પણ બતાવે છે. જો આ રેખાઓ નીચે તરફ ગયેલી હોય તો લગ્નજીવનમાં તમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. -જો લગ્નરેખાની શરૂઆતમાં બે શાખાઓ હોય તો તે વ્યક્તિના લગ્ન તૂટવાનો ભય રહે છે. -જો કોઈ સ્ત્રીના હાથમાં લગ્નરેખાની શરૂઆતમાં દ્વિપનું ચિન્હ હોય તો તેના લગ્ન દંગો હોઈ શકે. -જો બુધ પર્વત તરફથી આવતી કોઈ રેખા લગ્નરેખાને કાપે તો તે વ્યક્તિનું લગ્નજીવન પરેશાનીઓથી ભરેલું રહે છે. -જો લગ્નરેખા રિંગફિંગર(અનામિકા)ની નીચે સૂર્ય સુધી ગયેલી હોય તો તે વ્યક્તિના લગ્ન કોઈ વિશિષ્ટ વ્યક્તિ સાથે થાય છે. -લગ્નરેખા જોતી વખતે શુક્ર પર્વત(અંગૂઠાની નીચેવાળા ભાગને શુક્ર પર્વત કહેવાય છે. આનો વિસ્તાર જીવનરેખા સુધી હોય છે)ને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!