ખૂબ ઓછા લોકોની આંગળી પર હોય છે માલદાર બનાવતું નિશાન
જો તમારી મિડલ ફિંગર અર્થાત્ મોટી આંગળી ઉપર કોઈ અનોખુ નિશાન હોય તો તમે ઝડપથી માલામાલ બની જશો. શનિદેવ એવા લોકોની કિસ્મત ચમકાવી દેતા હોય છે. જેની મિડલ ફિંગર ઉપર શનિદેવનું આવું નિશાન બનેલું હોય છે.
વાસ્તવમાં જ્યોતિષ પ્રમાણે આપણા હાથની આંગળીઓ અલગ-અલગ ગ્રહો સાથે સંબંધિત હોય છે જોવી આપણી આંગળીઓ હોયતે પ્રમાણે જ સંબંધિત ગ્રહનું શુભ કે અશુભ ફળ મળે છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે કેટલાક એવા ચિન્હો બતાવ્યા છે જે શુભ પ્રભાવ આપે છે.
હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે ચક્ર એક એવું ચિન્હ છે જેના પ્રભાવથી અનેક શુભ ફળ પ્રાપ્ત થાય છે અને સફળતાઓ મળે છે. જો ચક્રનું ચિન્હ મધ્યમા આંગળી(મિડલ ફિંગર) ઉપર હોય તો જ્યોતિષ પ્રમાણે ક્રૂપ ગ્રહ માનવામાં આવતા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. એવો વ્યક્તિ શનિના પ્રભાવથી ધન પણ પ્રાપ્ત કરે છે અને સમજામાં તેને વર્ચસ્વ પણ બને છે. મીડિલ ફિંગરને શનિની આંગળી માનવામાં આવે છે. તેને લીધે આ આંગળીના સૌથી ઉપરવાળા ભાગમાં ચક્રનું નિશાન બનેલું હોયતો શનિ સદૈવ પ્રસન્ન રહે છે.
મધ્યમા આંગળી ઉપર ચક્રનું નિશાન હોય તો વ્યક્તિ ધાર્મિક હોય છે. જો કે આ આંગળી શનિની હોય છે તેને લીધે તેની ઉપર શનિની કૃપા રહે છે અને તેમની કૃપાથી એવા વ્યક્તિ ધનવાન પણ હોય છે. એવા લોકો વિશે એવું જોવા મળે છે કે તેઓ પરાક્રમી, મોટા ઉદ્યોગના માલિક, ઉત્તમ જ્યોતિષી કે તાંત્રિક પણ હોય છે.
Comments
Post a Comment