નસીબદાર અને ધનવાન બનશો જો હથેળીમાં હશે આ બે રેખાઓ

ઘણાં લોકો ભાગ્ય કે નસીબ પર વિશ્વાસ કરે છે તો ઘણાં લોકો કર્મને પ્રધાન માને છે.વાસ્તવમાં, ભાગ્ય અને કર્મ બન્નેને પોતાનું અલગ- અલગ મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિનાં ભાગ્યમાં જેટલું સુખ કે દુ:ખ લખેલુ હોય તેને તે દરેક સંજોગોમાં વેઠવું પડે છે.

હસ્ત રેખા જ્યોતિષ અનુસાર હથેળીમાં ભાગ્ય રેખા જ એ નિર્ધારિત કરે છે કે તમે ભાગ્યશાળી છો કે નહીં. જો કોઇ વ્યક્તિનાં હાથમાં ભાગ્ય રેખા સારી સ્થિતિમાં હોય તો તેને જીવનમાં દરેક સુખ, નામ, માન-સન્માન વગેરે પ્રાપ્ત થાય છે. આ રેખા હથેળી પર જીવનરેખા ( અંગુઠાનાં સામે હોય છે અને મણિબંધ એટલે કે હથેળીનાં અંત સુધી રહે છે)ની પાસેથી જ શરૂ થઇ રિંગ ફિંગર સુધી જાય છે.

આ રેખા સીધી અને એક જેવી હોય તો તે વ્યક્તિ બહુ ભાગ્યશાળી હોય છે. એક સારી સ્થિતિની ભાગ્યરેખા જે વ્યક્તિનાં હાથમાં હોય તે દરેક સુખ- સુવિધાને પ્રાપ્ત કરનારૂં માનવામાં આવે છે. અમુક લોકોનાં હાથમાં બે – બે ભાગ્યરેખાઓ પણ હોય છે. આવાં માણસ બહુ ભાગ્યશાળી હોય છે.તેઓ જે કાર્યને હાથમાં લે છે તેને સફળતા મળે જ છે. ભાગ્યરેખાનો શુભ પ્રભાવ ડબલ થઇ જાય છે. જે વ્યક્તિની હથેળીમાં બે ભાગ્યરેખા હોય છે તે દરેક મુશ્કેલીઓને સરળતાથી દુર કરી શકે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!