આવા નખ એટલે થઇ શકે છે કોઇ ગંભીર બીમારી
કોઇપણ બીમારીની પાછળ રોગીની અસાવધાનીઓ જવાબદાર હોય છે.જો કોઇ વ્યક્તિ પોતાના સ્વાસ્થય પ્રત્યે બેજવાબદાર કે બેદરકાર બને છે તો તેને કારણે ઘણીવાર તે ગંભીર બીમારીઓનો ભોગ બની શકે છે.
આ જ કારણથી ડૉક્ટર્સ અને વિદ્વાનો આપણને સંતુલિત ખાનપાન,સંયમિત દિનચર્યા વગેરે સલાહ પણ આપે છે.હસ્તરેખા જ્યોતિષ અનુસાર વ્યક્તિને નખની બનાવટને જોઇને જાણી શકાય છે કે તેને કોઈ ગંભીર બીમારી થવાના યોગ છે કે નહી.
- જો આંગળીના નખ ઊંચા અને વળેલા હોય અને મસ્તક રેખા,શનિ ક્ષેત્ર (મીડલ ફિંગરની નીચેનો ભાગ)થી બુધ ક્ષેત્ર (લીટલ ફિંગરની નીચેનો ભાગ)ના નીચે પાંખ જેવી આકૃતિવાળી હોય તો તે વ્યક્તિને ટી.બી જેવી જીવલેણ બીમારી થઇ શકે છે.
- જો આંગળીના નખ પાવડા જેવા પહોળા, વાંકા અને વળેલા હોય અને સ્વાસ્થય રેખા પર સમાન આકૃતિનાં નાના-નાના દ્રીપ ચિન્હ હોય તો તે વ્યક્તિને ટી.બી રોગ થવાની પુર્ણ સંભાવના છે.
- જો કોઇ વ્યક્તિના નખ અંદરની તરફ અને વધારે પડતા વળેલા હોય તો તે વ્યક્તિને ટી.બી થવાની પુરેપુરી સંભાવના છે.
તે સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે હાથની અન્ય રેખાઓનું અધ્યયન પણ જરૂરી છે.
Comments
Post a Comment