મીડલ ફિંગર નીચે આવી લાઇન તમારા કાર્યોને પુરા નહી થવા દે
દરેકના હાથોમાં ઘણા પ્રકારની અલગ અલગ રેખાઓ દેખાઇ દે છે.જ્યોતિષમાં દરેકનો પોતાનો અલગ પ્રભાવ અને અલગ મહત્વ છે. હાથોની રેખાઓ આપણા ભવિષ્યના ઘણા રહસ્યો છુપાયેલા છે. જે આ રેખાઓના અધ્યયનથી જાણી શકાય છે. અમુક રેખાઓ શુભ હોય છે તો અમુક અશુભ પળ પ્રદાન આપે છે.અશુભ ફળ આપનારી એક રેખા છે શનિ મુદ્રિકા.આ મીડલ ફિંગરની નીચે ગોળાકારમાં બને છે. આ મીડલ ફિંગરના નીચેના સ્થાનથી ઘેરાયેલી હોય છે.આ રેખા ઇંડેક્સ ફિંગર અને મીડલ ફિંગરના વચ્ચે પ્રારંભ થઇ મીડલ ફિંગર અને રિંગ ફિંગરના વચ્ચે સમાપ્ત થાય છે. આ રેખાને શુભ માનવામાં નથી આવતી. આ રેખાના કારણે વ્યક્તિને વધારે મહેનત કરવી પડે છે પરંતુ આશાના અનુરૂપ ફળ નથી આપતું. એવા વ્યક્તિ યોજનાઓ તો મોટી બનાવે છે પણ સફળતાપુર્વક તે યોજનાઓ પર કામ કરી શકતું નથી.શનિ મુદ્રિકા શનિના શુભ પ્રભાવોને નષ્ટ કરી દે છે. જો કોઇ વ્યક્તિના હાથોમાં શનિ મુદ્રિકા તુટેલી હોય તો તે તેના ખરાબ પ્રભાવોમાં રાહત મળે છે. જે વ્યક્તિની હથેળીમાં શનિ મુદ્રિકા હોય અને તેમનો અંગુઠો સુદ્રઢ,બળવાન દેખાઇ દે છે અને શનિ મુદ્રિકા મસ્તિષ્ક રેખાને સ્પર્શ કરે તો આ રેખાનો ખરાબ પ્રભાવ બહુ ઓછો થઇ જાય છે.
Comments
Post a Comment