હથેળીમાં આવી રેખાઓથી દુર્ભાગ્યકાળમાં ‘ભાગ્ય’ બદલાઈ જાય
એવું માનવામાં આવે છે કે કર્મોથી જ ભાગ્ય બને છે પરંતુ ઘણીવાર સારા કર્મો કર્યા બાદ પણ અસફળતા હાથ લાગે છે. તેનાથી સ્પષ્ટ છે કે ક્યારેક-ક્યારેક આપણુ ભાગ્ય પણ કામ કરે છે. ભાગ્યનો સાથ હોય તો વ્યક્તિ ઓછા સમયમાં, ઓછી મહેનતે પણ મોટી સફળતા પ્રાપ્ત કરી સર્વોચ્ચ શિખર ઉપર પહોંચી જાય છે. હસ્તરેખા જ્યોતિષ પ્રમાણે આપણા હાથની રેખાઓમાં ભાગ્ય અને દુર્ભાગ્યની સાથે જોડાયેલી અનેક રેખાઓ જોવા મળે છે. જેને સમજવાથી આપણે ભવિષ્યમાં બનનારી ઘટનાઓ કે દુર્ઘટનાથી બચી શકવાનો રસ્તો શોધી શકીએ છીએ. જેનાથી આપણે દુર્ઘટનાના પ્રભાવથી બચી શકીએ છીએ. હથેળીમાં ભાગ્ય રેખા આપણા ભાગ્યને દર્શાવે છે. ભાગ્ય રેખા જીવન રેખાની પાસેથી શરૂ થાય છે અને તે શનિ પર્વત અર્થાત્ મિડલ ફિંગરની નીચેના સ્થાન તરફ જાય છે. કેટલાક લોકોના હાથમાં હથેળીના અંતમાં મણિબંધથી જ ભાગ્યરેખા શરૂ થાય છે. આ રેખા જેટલી સ્પષ્ટ અને દોષમુક્ત હશે વ્યક્તિનું ભાગ્ય એટલુ જ સારું રહેશે. જો ભાગ્ય રેખા ક્યાંક-ક્યાંક તૂટેલી કે કપાયેલી હોય તો તે દુર્ભાગ્યને સૂચિત કરે છે. જો ભાગ્ય રેખાને અન્ય રેખાઓ કાપતી હોય તો જ્યાં જ્યાં આ રેખા કાપતી હોય તે ઉંમરમાં વ્યક્તિને વધુ નુકસાન થઈ શકે છે. એવું બધુ બની ગયા બાદ પણ છેલ્લે તો અસફળતાનો જ સામનો કરવો પડે છે. તેનાથી બચવા માટે તે ઉંમરમાં બધા કામ કરતા સાવધાની રાખવી જોઈએ. હસ્તરેખાશાસ્ત્રમાં બધી રેખાઓનું ઊંડુ મહત્વ હોય છે. આથી કોઈ એક રેખાના અધ્યયનથી સટિક ભવિષ્યવાણી કરવી અસંભવ છે. બંને હાથની બધી રેખાઓનું યોગ્ય અધ્યયન જ સટીક ભવિષ્યને દર્શાવી શકે છે.
Comments
Post a Comment