એશો આરામ સાથે બધા શોખ પૂરાં થશે, હાથમાં આવો યોગથી

હાથમાં બનતા આવા નિશાન અને રેખાઓ એ બતાવે છે કે તમારી જિંદગીમાં કેટલું સુખ છે 

- જીવનમાં આ યોગ બનનાર વ્યક્તિને બધી પ્રકારના ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે

જો તમારા હાથમાં એશ આરામની આ રેખા છે તો તમારી જિંદગી એશ આરામથી ગુજરશે. હાથમાં બનતા આવા નિશાન અને રેખાઓ એ બતાવે છે કે તમારી જિંદગીમાં કેટલું સુખ છે.

-કહેવાય છે કે હાથની રેખાઓથી કોઈનો પણ આનવાર સમય કેવો હશે તે જાણી શકાય છે પરંતુ જન્મ કુંડળીની જેમ હથેળીમાં પણ કેટલાક યોગ જન્મ લેતા હોય છે, જેને લીધે કેટલાક લોકોનું જીવન હંમેશા સુખ-સુવિધાઓથી ભરેલું રહે છે.

-એવા યોગને રાજયોગ કહે છે. એવો જ એક યોગ છે રાજરાજેશ્વર યોગ. તેનો પ્રભાવ હથેળીમાં રિંગ ફિંગરની નીચેવાળા ભાગને સૂર્ય પર્વત કહે છે. રિંગ ફિંગરવાળા ભાગથી જે રેખા નિકળે છે તેને સૂર્ય રેખા કહે છે.

-જો સૂર્યરેખા શુક્ર ભાગ તરફ અર્થાત્ અંગુઠાની નજીકવાળા પર્વત સુધી જાય છે અને સાથે જ હથેળી લાંબી હોય તો એવામાં તે વ્યક્તિના જીવનમાં રાજરાજેશ્વરયોગ બને છે. નામ પ્રમાણે જ આ યોગ જેના પણ હાથમાં બને છે તે રાજાની જેમ જીવન પસાર કરે છે.

મતલબ તેનુ જીવન પૂરી રીતે સુખી અને સફળ હોય છે. પોતાના જીવનમાં આ યોગ બનનાર વ્યક્તિને બધી પ્રકારના ભૌતિક સુખ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. એવા વ્યક્તિ ઐશ્વર્યને પૂરી રીતે ભોગવતો હોય છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!