શું તમારા હાથમાં છે આવા, ધનદાયક ચિન્હો?

શું તમે ક્યારેય તમારી હથેળીઓને ધ્યાનથી જોઈ છે? જો તમે તમારી હથેળીને ધ્યાનથી જોશો તો હાથની જુદી-જુદી રેખાઓ મળીને જુદા-જુદા ચિન્હો બનાવતી હોય છે. આવા ચિન્હોમાં ખાસ કરીને બિંદુ કે ડાઘો હોય હોય તો સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શુભ માનવામાં નથી આવતું. આજે આપણે કેટલીક એવી નિશાનીઓની વાત કરવાના છીએ જે નિશાનીઓ હોય તો તેવી વ્યક્તિનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનો ઇશારો કરે છે. આવા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સ્વસ્તિકનું ચિન્હઃ- સ્વસ્તિકની નિશાની શાસ્ત્રોમાં સ્વસ્તિકને શુભ ચિન્હ તરીકે દર્શાવાયું છે. સામુદ્રિક જ્યોતિષ પ્રમાણે આને શુભ ચિન્હના રૂપમાં માન્યતા પ્રાપ્ત છે. સામુદ્રિક જ્યોતિષ અનુસાર જેની હથેળીમાં સ્વસ્તિકની નિશાની હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તમે પણ પોતાની હથેળીઓ ધ્યાનથી જુઓ. જો તમારી હથેળીમાં પણ આવું ચિન્હ હોય તો સમજી લો કે, તમે ધનવાન બનશો અને દુનિયામાં તમે ઘણી માન-મોભો પ્રાપ્ત કરશો. હાથીનું ચિન્હઃ- હાથી અને સૂર્યની નિશાની ઘણી શુભ ગણવામાં આવે છે. હાથીનું નિશાન શુક્ર પર્વત ઉપર હોવાથી બ્રહ્મ યોગ પેદા થાય છે. જેના પ્રભાવથી વ્યક્તિ જ્ઞાની, બુદ્ધિમાન, ચતુર અને કુશળ વક્તા બને છે. આવી નિશાની ધરાવતા વ્યક્તિને ક્યારેય ધનની ખોટ પડતી નથી. ત્રાજવાનું નિશાનઃ- ત્રાજવાનું નિશાન સામુદ્રિક જ્યોતિષમાં ખૂબ જ શુભ ગણવામાં આવ્યું છે. આ નિશાન હોય તેવી વ્યિક્તઓ ઉપર લક્ષ્મી હંમેશા મહેરબાન રહે છે. આ નિશાન હોય તેવી વ્યક્તિને લક્ષ્મી યોગ પેદા થાય છે. આ ચિન્હથી ધન અને સુખ-સમ્પતિ મળે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!