તમારો અંગુઠો તમારો સ્વભાવ જણાવી દે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઇ પણ વ્યક્તિનાં ચારિત્ર્યનો અભ્યાસ માત્ર અંગુઠાથી જ કરી શકાય છે.અંગુઠાની બનાવટ અને તેનાં લક્ષણથી વ્યક્તિનાં મનની સ્થિતિ તરત જ જાણી શકાય છે.
- જો કોઇ વ્યક્તિ મોટાભાગનો સમય પોતાનાં હાથનાં અંગુઠાને આંગળીઓથી દબાઇને રાખે છે તો તે ડરપોક પ્રવૃત્તિનો માણસ હોય છે.આવું કરનાર વ્યક્તિમાં આત્મ વિશ્વાસનો અભાવ હોય છે. તે દરેક કાર્ય ડરી-ડરીને કરે છે.- સારા, સુંદર અને આકર્ષક અંગુઠા વાળા વ્યક્તિ બુદ્ધિમાન અને ચતુર હોય છે.
- નાના,બેડોલ,મોટા અંગુઠાવાળા વ્યક્તિ અસભ્ય,બીજાનું નિરાદર કરનારો,ક્રુર સ્વભાવનો હોય છે.- જે વ્યક્તિનો અંગુઠો લાંબો અને હથેળીની સાથે મજબુતીથી જોડાયેલો હોય તે વ્યક્તિ સર્વગુણ સંપન્ન હોય છે.
- અત્યંત નાનાં અંગુઠા વાળા વ્યક્તિ નિર્બળ હોય છે અને તેની કાર્ય ક્ષમતા પણ બહુ ઓછી હોય છે.
- જે વ્યક્તિનાં અંગુઠા લચીલા હોય છે અને સરળતાથી પાછળની તરફ વળી જતાં હોય તો તે લોકો કલ્પનાશીલ હોય છે.વધારે ખર્ચાળ હોય છે.
- અંગુઠો ત્રણ ભાગમાં વિભક્ત રહે છે.પ્રથમ ઉપર વાળો ભાગ જો વધારે લાંબો હોય તો તે વ્યક્તિ સારી ઇચ્છા શક્તિ વાળો હોય છે તે કોઇનાં પર નિર્ભર રહેતો નથી.
- અંગુઠાની મધ્યનો ભાગ જો લાંબો હોય તો વ્યક્તિ સારી તર્ક શક્તિવાળો અને બુદ્ધિમાન હોય છે.
- અંગુઠાનો અંતિમ ભાગ જો શુક્ર પર્વતની પાસે વાળો ભાગ કરતાં લાંબો હોય તો તે વ્યક્તિ અતિ કામુક હોય છે.
Comments
Post a Comment