હાથની આ રેખાથી જાણી શકશો તમે કેટલી વાર પ્રેમમાં પડશો
પ્રેમ,મહોબ્બત,ઇશ્ક આ શબ્દો એવાં છે કે જેને આપણે અવારનવાર સાંભળીએ છીએ.જુના સમયથી જ પ્રેમની ઘણી કથાઓ પ્રચલિત છે.એવું માનવામાં આવે છે કે સાચો પ્રેમ માત્ર એક જ વાર થાય છે પરંતુ અમુક લોકોનાં જીવનમાં આ વાત લાગુ નથી થતી.ઘણાં લોકો પ્રેમનાં નશામાં જ ડુબેલા રહે છે.હસ્તરેખા જ્યોતિષ અનુસાર આવાં લોકોનાં હાથોમાં ઘણી વિવાહ રેખાઓ હોય છે. હસ્ત રેખા જ્યોતિષ અનુસાર હાથની રેખા ઘણી મહત્વની છે.હાથોની રેખાને વ્યક્તિનાં ભવિષ્યનું દર્પણ કહેવામાં આવે છે.જે વાત તમે પોતાની આંખોથી,ચહેરાનાં હાવ-ભાવથી છુપાવી લો છો તે હાથની રેખાઓ કહી દે છે. મોટાભાગનાં લોકો પોતાનાં લવ અફેયર્સ (પ્રેમ પ્રસંગ)ને છુપાવી લે છે.પરંતુ જો કોઇ જાણવાં માંગતુ હોય તો તેના હાથોમાં લગ્ન રેખાને જોઇને ઘણુંબધુ જાણી શકાય છે.સૌથી નાની આંગળીનાં નીચે બુધ પર્વતનાં બુધ પર્વતનાં પ્રારંભિક ભાગમાં હોય છે.આ રેખાઓ આડી હોય છે.જો આ રેખાઓ એકથી વધારે હોય તો જ્યોતિષ શાસ્ત્રનાં અનુસાર એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિનાં એક કરતાં વધારે લવ અફેયર્સ (પ્રેમ પ્રસંગ) હોઇ શકે છે. જો આ રેખા તુટેલી હોય કે કપાયેલી હોય તો લગ્ન વિચ્છેદની સંભાવના હોય છે.આ સાથે આ રેખા તમારૂં વૈવાહિક જીવન કેવું રહેશે તે બતાવે છે.આ રેખા નીચે તરફ વળેલી હોય તો તેને દામ્પત્ય જીવનમાં ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડી શકે છે. ધ્યાન રહે કે હસ્ત જ્યોતિષમાં બન્ને હાથોનું પુરૂ અધ્યયન કર્યા બાદ જ સચોટ ભવિષ્યવાણી કરી શકાય છે કે કારણ કે નાની રેખાઓ પણ મોટી રેખાઓનાં પ્રભાવને ઓછો કરી નાખે છે.
Comments
Post a Comment