ગરોળી પડવામાં પણ છુપાયેલા છે ભવિષ્યના સંકેત

સામાન્ય રીતે ગરોળી લગભગ દરેકના ઘરમાં જોવા મળે છે.આમ તો હંમેશા તે દીવાલ પર જ જોવા મળે છે પરંતુ ઘણીવાર તે જમીન પર પણ પડે છે. શું તમે જાણો છો કે જ્યોતિષ શાસ્ત્રમાં ગરોળીનું પડવું એ પણ ઘણા શુકન અને અપશુકનથી જોડાયેલું છે.
હિંદુ ધર્મમાં શુકન અને અપશુકનની માન્યતાઓ ઘણા સમયથી છે.જ્યારે ઘણા લોકો આ દરેક વાતોને અંધવિશ્વાસ માને છે.

પ્રાચીનકાળમાં વિદ્વાનો દ્વારા અમુક વિશેષ ઘટનાઓથી ભવિષ્યના સંબંધમાં અંદાજો લગાડી શકાય છે.આ દરેક વિશેષ ઘટનાઓ શુકન કે અપશુકન છે.

આજે બહુ મોટો સમુહ એવો છે કે જે ના તો માત્ર આ વાતોને માને છે પણ આ સંબંધી નિયમોનું પાલન પણ કરે છે.

ગરોળી એ એક સામાન્ય જીવ છે,જે આપણા દરેકના ઘરોમાં જોવા મળે છે.

એવું માનવામાં આવે છે કે ગરોળી જ્યારે પડે ત્યારે ધ્યાન આપવું જોઇએ કે તે કઇ દિશામાં પડે છે અને વ્યક્તિના શરીર પર પડે તો કયા અંગ પર પડે છે.

આવી તમામ વાતોથી આવનારી શુભ- અશુભ ઘટનાઓનો સંકેત મળે છે.

સામાન્ય રીતે કોઇ પુરૂષના સીધા (જમણા) હાથમાં તરફ જો ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે,જ્યારે ડાબા હાથમાં ગરોળી પડવું અશુભ માનવામાં આવે છે.

સ્ત્રીઓ માટે આ સંબંધમાં વિપરીત વાત છે. તેમના ડાબા હાથ તરફ ગરોળી પડવી એ શુભ ફળદાયી હોય છે જ્યારે જમણા હાથ પર ગરોળી પડવાથી અશુભ ફળ મળે છે.

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!