ઘરેથી નિકળતા પહેલા કોઈ છીંકે તો સમજવું કે...!

છીંક આવવી તે એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે પરંતુ પ્રાચીનકાળથી જ છીંકને શુકન-અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે. છીંક ક્યારેક શુભ માનવામાં આવે છે તો ક્યારેક અશુભ. છીંક સાથે આપણા સમાજમાં પ્રચલિત કેટલીક માન્યતાઓ તથા વિશ્વાસ છે છે જે પ્રચીન કાળથી ચાલતા આવ્યા છે. અલગ-અલગ જાતિ તથા ધર્મમાં છીંક બાબતે અનેક ધારણઆઓ જોવા મળે છે જેમાં કેટલીક નીચે આપાવમાં આવી છે- -જો ઘરથી નિકળતી વખતે કોઈ સામેથી છીંકે તો કામમાં અડચણ આવે છે. જો એકથી વધુ વાર છીંકે છે તો કામ સરળતાથી પૂરું થઈ જાય છે. -નવા મકાનમાં પ્રવેશ કરતી વખતે જો છીંક સંભળાય તો પ્રવેશ સ્થગિત કરવાનું યોગ્ય માનવામાં આવે છે. -વ્યાવસાયિક કામની શરૂઆત કરતા પહેલાં છીંક આવવી વેપાર વૃદ્ધિનું સૂચક હોય છે. -જો કોઈ વ્યક્તિ દિવસના પ્રથમ પહોરમાં પૂર્વ દિશા તરફથી છીંક સાંભળે તો તેને અનેક કષ્ટ સહન કરવા પડે છે. બીજા પહોરમાં સાંભળે તો દેહ કષ્ટ અને ત્રીજા પહોરમાં સાંભળે તો બીજા દ્વારા સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થાય છે અને ચોથા પહોરમાં સાંભળે તો તેના કોઈ મિત્ર સાથે મુલાકાત થાય છે. -ધાર્મિક અનુષ્ઠાન કે યજ્ઞ વગેરે શરૂઆત કરતા પહેલાં કોઈ છીંક ખાય તો અનુષ્ઠાન સંપૂર્ણ થઈ શકતો નથી. -કોઈ દર્દી દવા લઈ રહ્યો હોય અને છીંક આવે તો તે ઝડપથી સારો થઈ જાય છે. -ભોજન કરતાં પહેલાં છીંક સંભળાય તો તે અશુભ માનવામાં આવે છે. -કોઈ બહાર જતી વખતે કોઈ તેમની ડાબી તરફ છીંકે તો તે અશુભ સંકેત છે. -કોઈ વસ્તુ ખરીદતી કરતી વખતે છીંક આવે તો ખરીદેલી વસ્તુથી લાભ થાય છે. -સૂતા પહેલાં કે ઉઠતાની સાથે તરત જ છીંક સંભળાય તો અશુભ માનવામાં આવે છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!