આ છે અધુરી પ્રેમ કહાનીના આશ્ચર્યજનક કારણો !?
કહેવાય છે કે પ્રેમ એવો ખૂબસૂરત અહેસાસ છે જેનાથી માણસ મહેસસ કરવા માગે કે ન માગે પણ દરેક વ્યક્તિની જિંદગીમાં એ વાર એવો મોકો જરૂર આવે છે જ્યારે તેને ફિલ કરવા લાગે છે. પરંતુ મોટાભાગે વાસ્તવિક જીવનમાં અનેક પ્રેમી માત્ર પ્રેમી જ રહી જાય છે તેઓ પોતાના અહેસાસને સંબંધોમાં નથી બદલી શકતા. અર્થાત્ લગ્ન બંધનમાં નથી ફેરવી શકતા. તેના કારણો પરિવાર, સમાજ અને તેના જીવનમાં બનનારી પરિસ્થતિઓ હોય છે. તેમને એ જાણીને વિશ્વાસ નહીં આવે કે પ્રેમ કહાની ગ્રહો-નક્ષત્રોના કારણે પણ અધુરી રહી જાય છે. જો જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો પ્રેમીઓ જુદા પડી જવાના કારણો તેમની કુંડળીમાં સ્થિત ગ્રહો પણ હોઈ શકે છે. શાસ્ત્રો પ્રમાણે તેનું કારણ ગ્રહો હોય છે. સૂર્ય, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહોને કારણે જાતકો પ્રેમમાં પડે છે. જો કુંડળીમાં આ ત્રણ ગ્રહો યુતિ કરતા હોય અર્થાત્ સાથમાં હોય તો પ્રેમ લગ્ન ચોક્કસપણે થાય છે. -જો આ ત્રણેય ગ્રહ એક જ ક્રમમાં અલગ-અલગ ભાવોમાં સ્થિત હોય તો પ્રેમ વિચ્છેદ થાય છે. -સૂર્ય, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહોમાંથી કોઈ બે ગ્રહ એકી સાથે હોય તથા એક અલગ ભાવમાં સ્થિત થઈ જાય તો ખૂબ જ મુ્શ્કેલીઓથી પ્રેમ લગ્ન થાય છે. -સૂર્ય અને બુધ કુંડળીના સાતમા ભાવમાં આવી જાય તો તેમને પોતાની મોટી ઉંમરે પ્રેમી મળે છે. -કુંડળીમાં જો શુક્ર બળવાન હોય તો અનેક સાથી મળે છે પરંતુ અન્ય બે ગ્રહ સૂ્ર્ય અને બુધ નબળા હોય તો જાતકને પોતાનો પ્રેમ મળતો નથી. પ્રેમ લગ્ન માટે શું કરવું જોઈએ? -પોતાના સાથીનું નામ લખી એક પીપળાના પાનને રવિવાર, સોમવાર અને મંગળવારે શિવજીને ચઢાવો. -શિવ ચાલીસાનો પાઠ કરો. -મહાકાળીની પૂજા મંગળવારના દિવસે કરો.
Comments
Post a Comment