સમજો તમારા હાથના કાંડાનો ઈશારો, જાણો, શું થવાનું છે?
હસ્તજ્યોતિષ પ્રમાણે કલાઈ-કાંડા ઉપર જોવા મળતી ત્રણ રેખાઓ પણ વ્યક્તિના જીવન અને ભાગ્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. કલાઈ ઉપર ત્રણ આડી રેખાઓ મણિબંધ રેખા કહેવાય છે. કેટલાક લોકોના હાથમાં બે મણિબંધ રેખાઓ હોય છે તો કેટલાકના હાથમાં ચાર મણિબંધ રેખાઓ પણ હોય છે. આ રેખાઓ સ્વાસ્થ્ય, ધન અને પ્રતિષ્ઠાની સૂચક હોય છે. -મણિબંધમાંથી જો કોઈ રેખા નિકળી ઉપર તરફ જતી હોય તો તેની બધી જ મનોકામના પૂરી થાય છે. -જો મણિબંધથી કોઈ રેખા નિકળી ચંદ્ર પર્વત ઉપર જાય તો એવો વ્યક્તિ જીવનમાં અનેક વિદેશ યાત્રા કરે છે. -સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જો કલાઈ ઉપર ચાર મણિબંધ રેખાઓ હોય તો તેની આવરદા-ઉંમર પૂરાં સો વર્ષની રહેતી હોય છે. -જેના હાથમાં ત્રણ મણિબંધ રેખાઓ હોય છે તેની ઉંમર 75 વર્ષની હોય છે. -બે રેખાઓ હોય તો 50 વર્ષ અને એક જ મણિબંધ હોય તો તેની ઉંમર માત્ર 25 વર્ષ સુધીની હોય છે. -જો મણિબંધ રેખાઓ તૂટેલી હોય કે છિન્ન-ભિન્ન હોય તો તે વ્યક્તિના જીવનમાં વારંવાર બાધાઓ આવતી રહે છે. તેની વિપરિત જો આ રેખાઓ નિર્દોષ અને સ્પષ્ટ હોય તો તેનું ભગ્યોદય ખૂબ જ પ્રબળ હોય છે. -જો મણિબંધ રેખાઓ જંજીરદાર હોય તો તે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ બાધાઓનો સામનો કરે છે. -મણિબંધ રેખા ઉપર દ્વિપનું ચિન્હ હોય તો જીવનમાં અનેક દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે. -જંજીરની સમાન મણિબંધ દુર્ભાગ્યની સૂચક હોય છે. -બે મણિબંધ રેખાઓ એકબીજાને મળી જાય તો દુર્ઘટનાથી તેના અંગ ભાગી જવાના યોગ બને છે. -મણિબંધની રેખાઓ જેટલી વધુ સ્પષ્ટ અને ગાઢ હોય એટલુ જ વધુ સારું માનવામાં આવે છે.
Comments
Post a Comment