...આવાં લોકો એકસાથે ઘણાં કામ કરી શકે છે
મોટાભાગનાં લોકો આજે માત્ર એક જ કાર્ય કરે છે, જ્યારે એક કાર્ય સમાપ્ત થઇ જાય છે ત્યારેજ બીજા કાર્યનો પ્રારંભ કરે છે. પરંતુ અમુક લોકો એક સાથે ઘણાં કાર્યો કરે છે.આજકાલ આવાં લોકોને મલ્ટીસ્ટોકિંગ કહે છે અને આજનાં પ્રતિસ્પર્ધાનાં યુગમાં આવાં લોકોને બહુ જલ્દી સફળતા મળે છે. જે લોકો એકસાથે ઘણાં કાર્યો કરી લે છે તેમની હથેળીમાં અમુક ખાસ રેખાઓ હોય છે.હસ્તરેખા જ્યોતિષ અનુસાર હથેળીમાં સૂર્ય રેખા આ વાત માટે ઘણી મહત્વપુર્ણ માનવામાં આવે છે કે કોઇ વ્યક્તિ જીવનમાં કેવાં અને કયાં કાર્યો કરી શકે છે.સૂર્ય રેખાથી જ જાણી શકાય છે કે માણસને કેટલી પ્રસિદ્ધિ મળશે.આમ તો આ રેખા ઘણાં ઓછાં લોકોનાં હાથમાં હોય છે પણ તેમાંથી પણ અમુક લોકોનાં હાથમાં એકથી વધારે સૂર્ય રેખા રહે છે.એકથી વધારે સૂર્ય રેખા જેનાં હાથમાં હોય તે એક સાથે ઘણાં કાર્ય કરે છે. તેના મગજમાં એકસાથે ઘણાં વિચાર ચાલતાં રહે છે.આ જ કારણથી આ લોકો હંમેશા દુવિધામાં જ રહે છે. ક્યાં હોય છે સૂર્ય રેખા- આ રેખા રિંગ ફિંગરથી નીચે રહે છે.અમુક લોકોનાં હાથમાં આ રેખા સૂર્ય પર્વતથી મણિબંધ સુધી રહે છે,આવાં લોકો બહુ ભાગ્યશાળી રહે છે.
Comments
Post a Comment