તમે કેટલા સ્વસ્થ્ય રહેશો? જાણો તમારી હાસ્તરેખાથી

કોઈ વ્યક્તિ વારેવારે બિમાર રહેતી હોય છે તો કોઈકને અચાનક જ મોટી બિમારી થઈ જતી હોય છે તો હાથની સ્વાસ્થ્ય રેખા આનો સંકેત આપી દે છે.ક્યા હોય છે સ્વાસ્થ્ય રેખા? સ્વાસ્થ્ય રેખા બુધ ક્ષેત્રમાં શરૂ થાય છે. બુધ ક્ષેત્ર સૌથી નાની આંગળી એટલે કે ટચલી આંગળીની નીચેથી શરૂ થાય છે. સ્વાસ્થ્ય રેખા અહીંથી શરૂ થઈને નીચે મણિબંધ તરફ જાય છે. જેના હાથમાં આ રેખા સીધી અને દોષરહિત હોય છે તેનું જીવન નિરોગી રહે છે. અને જો કોઈના હાથમાં સ્વાસ્થ્ય રેખા જ ન હોય તો તે બહુ જ શુભ માનવામાં આવે છે. આ રેખા ન હોય તો વ્યક્તિનું આખું જીવન નિરોગી રહે છે. તેને આખા જીવનમાં કોઈ બિમારી નથી થતી. - જો સ્વાસ્થ્ય રેખા જીવન રેખા જેટલી જ ઊંડી હોય અને જો ક્યાય આ બન્ને રેખાઓ મળતી હોય તો એ અવસ્થા વ્યક્તિની છેલ્લી ઉંમર હોઈ શકે. - જો સ્વાસ્થ્ય રેખા આખી હથેળીને પાર કરીને જીવન રેખાને મળતી હોય તો તે વ્યક્તિને ગંભીર બિમારી થવા તરફ સંકેત કરે છે. - જો સ્વાસ્થ્ય રેખા હૃદય રેખાથી શરૂ થઈને જીવન રેખાને કાપતી હોય તો તે વ્યક્તિને હૃદય સંબંધી ઘાતક બિમારી થઈ શકે છે. - જો સ્વાસ્થ્ય રેખા જગ્યાએ જગ્યાએથી તૂટેલી હોય તો તે વ્યક્તિ આજીવન બિમાર રહે છે. - જો સ્વાસ્થ્ય રેખા સાંકળ જેવી હોય તો તે વ્યક્તિ માટે શુભ નથી હોતી. ઉપાયો - દરરોજ બ્રહ્મમુહૂર્તમાં સૂર્યને જલ ચઢાવો અને સાત પરિક્રમા કરો. - શિવલિંગ પર રોજ કાચુ દૂધ ચઢાવો. - કાળા કૂતરાને તેલ લગાડેલી રોટલી ખવડાવો. - રાતે સૂતા પહેલા હનુમાન ચાલિસાની પંક્તિ: નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમન વીરા નો પાઠ કરો. - રાતના સમયે માથા પાસે પાણીનો લોટો ભરીને રાખો અને સવારે કે પાણીને કોઈ કાંટાવાળા છોડને પીવડાવી દેવું. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!