સંપતિ અને રાજગાદી મળવાનાં સંકેત છે આવા સપનાઓ
ધર્મ, વિજ્ઞાન અને વ્યવહાર ત્રણેયની દ્રષ્ટિથી સૂર્ય એ સંસાર માટે જીવનદાતા અને હિતકારી છે.ધર્મશાસ્ત્રોમાં સૂર્યને જગતની આત્મા કહીને બોલાવાય છે.વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્ર સૂર્યની કાળગણના પર આધારિત છે.ધાર્મિક દ્રષ્ટિથી સૂર્ય પરબ્રહ્મનાં પાંચ શક્તિરૂપોમાંનુ એક છે. આ જ કારણ છે કે સૂર્ય ઉપાસના સાંસારિક જીવન માટે દરેક પ્રકારે મંગળકારી માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે સાતમની તિથિ અને રવિવાર સૂર્ય ભક્તિ માટે શ્રેષ્ઠ અને શુભ સમય ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં સૂર્યપૂજામાંથી મળનારા શુભફળ વિશે રસપ્રદ વાતો જોડાયેલી છે એમાંથી એક છે – સૂર્ય પૂજા બાદ આવનારા શુભ સપનાઓ દ્વારા સુખ,ધન અને સંપતિ પ્રાપ્તિનો સંકેત મળવો. અહી જાણીએ સૂર્ય પૂજા બાદ આવનારા તે સપનાઓ વિશે જે આપણને આ તરફ સંકેત કરે છે કે જેથી જલ્દી અપાર સુખ અને ધન મળે છે. શાસ્ત્રો પ્રમાણે રવિવાર અને સાતમની તિથિનાં સૂર્ય પૂજા, વ્રત-ઉપવાસ, મંત્ર જાપ બાદ રાતે સૂર્યદેવનું સ્મરણ કરવાથી ઊંઘમાં શુભ સપનાઓ આવે છે. - સપનામાં ગાય કે વાંસળીનો અવાજ, માળા પહેરનારા વ્યક્તિ, સફેદ કમળ, દર્પણ, તલવાર કે પુત્ર જન્મ દેખાઇ દેવો તે ઐશ્વર્ય પ્રાપ્તિનાં સંકેત છે. - સપનામાં સૂર્ય ઉદય કે ચંદ્રદર્શન જોવાથી ખુબ સુખ-સમૃદ્ધિનાં સંકેત છે. - સપનામાં સોના, ચાંદીના વાસણ કે કમળનાં પત્તા પર જાતે ખીર ખાતા દેખાય તો તે બેજોડ શક્તિ મળવાના સંકેત છે - સપનામાં માથામાં વાગવું, કપાવવુ,પગમાં જંજીર કે રાજપાટ એટલે કે ઊંચા પદ મળવાના સંકેત છે. - સ્વપ્નમાં રૂદન એ શુભ સમાચાર કે પ્રસન્નતા મળવાનાં સંકેત છે. - ઘોડા,આખલો, હાથી પર ચઢવું,પર્વત કે સમુદ્ર- નદી પાર કરતાં જોવું એ વૈભવ અને સત્તા મેળવવાનાં સંકેત છે. - સ્ત્રીનો આશીર્વાદ કે તેના ખોળામાં બેસવુ,સપનામાં પણ સપનું જોવુ, મનની વાત કહેવી કે સાંભળવી અને મંગળકારી વસ્તુઓ દેખાવી અને ધન અને નીરોગી જીવન મળવાનાં સંકેત છે. -પહાડને ઉખાડી ફેંકવુ, ગ્રહ-તારા કે ધરતીને ઉથલાવી દો, ભેસ કે સિંહણને સ્તનપાન કરતાં જુઓ તો પદ-પ્રતિષ્ઠા અને સંપતિ પ્રાપ્તિનાં સંકેત છે.
Comments
Post a Comment