આ નાની આંગળીનો મોટો કમાલ, તમે કેટલા ‘કમાલ’ના છો?

શું તમે જાણો છો કે તમારા હાથમાં નાની આંગળીઓ ઘણી કમાલની છે? હાથની આ આંગળીઓમાં અનેક રાજ છુપાયેલા હોય છે જેને જાણીને તમે પણ ચોકી જશો. તેની માટે તમારે એકવાર ધ્યાનથી તમારો હાથ જોવો જોઈએ. કારણ કે કોઈ વ્યક્તિની હથેળીની જ નહીં આંગળી પણ આવનારા ભવિષ્ય અને તેના સ્વભાવ તથા તેના નસીબ વિશે ઘણુ બધુ બતાવી દેતી હોય છે. તમારા હાથમાં બધી આંગળીઓમાં સૌથી નાની આંગળી જે હોય છે તે કમાલની હોય છે. જેને અંગ્રેજીમાં ફિંગર ઓફ મરક્યુરી અથવા લિટલ ફિંગર કહે છે. તેની નીચે બુધ પર્વતનું સ્થાન માનવામાં આવે છે. દરેક વ્યક્તિના હાથમાં આ આંગળી બીજી આંગળીઓ કરતા નાની હોય છે. પરંતુ આ આંગળી કોઈ વ્યક્તિના ભવિષ્ય અને તેના સ્વભાવ વિશે સૌથી વધુ જાણકારી આપે છે.... આવી રીતે જાણો આંગળીના કમાલઃ- -જો આ આંગળી રિંગ ફિંગરના નખ સુધી પહોંચી જાય તો તે વ્યક્તિ જીવનમાં ઘણી ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે છે અને તેની નોકરીમાં પણ મોટું ઊંચું પદ પ્રાપ્ત થાય છે. -આ આંગળી જેટલી લાંબી હોય એટલી જ વધુ શુભ માનવામાં આવે છે. -આ આંગળી જેટલી વધુ લાંબી હોય છે, તેટલી જ વધુ લાભદાયક માનવામાં આવે છે. એવો વ્યક્તિ પ્રશાસક હોય છે. જો આ આંગળી રિંગ ફિંગરની ઉપરના ભાગથી થોડી આગળ વધતી હોયતો એવો વ્યક્તિ આઇ.એ.એસ. ઓફિસર બને છે. -એવા લોકોને અચાનક ધનલાભ થાય છે. તેના જીવનનો એક સમય આવે છે જે જ્યારે તેને દરેક પ્રકારનું સુખ મળે. -જો હાથની આ નાની આંગળીઓ સાધારણ જોવા મળે તો એવો વ્યક્તિ બુદ્ધિજીવી હોય છે અને તેમનામાં બીજાને વિશેષ પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે. -હાથની નાની આંગળીઓ જો રિંગ ફિંગરની બરાબર હોય તો એવો વ્યક્તિ પ્રતિભાવાળો હોય છે અને પોતાની પ્રતિભાની તાકાતથી વિશ્વવિખ્યાત બને છે. -જો નાની આંગળી ખૂબ જ નાની હોયતો તે બીજાના મર્મને ઝડપથી સમજી જતો હોય છે. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!