આવાં લોકોનું દરેક સપનું પુરૂ થવા લાગે છે જેનાં હાથમાં.
આપણા માંથી અમુક લોકો એવાં હોય છે કે જેમનામાં રહેલી કોઇ અદભુત શક્તિને કારણે તેમને ભવિષ્યમાં થનારી સારી અને ખરાબ ઘટનાઓની અગમચેતી થઇ જાય છે.આવાં લોકોને કોઇ દૈવી શક્તિનો આશીર્વાદ હોય છે.જો કે આવાં લોકો બહુ ઓછા જોવા મળે છે. પરંતુ હસ્તરેખા વિજ્ઞાનનાં અનુસાર આવાં લોકોનાં હાથ વિશેષ હોય છે.આવાં લોકોનાં હાથમાં એક વિશેષ પ્રકારની રેખા હોય છે જેને જ્યોતિષમાં દેવ રેખા કહેવામાં આવે છે. આ રેખા હાથમાં સ્થિત ચંદ્ર પર્વતથી નીકળીને બુધક્ષેત્ર સુધી જાય છે. આ પ્રકારની રેખા ચંદ્ર પર્વતથી નીકળીને અમુક રૂપે વર્તુળ લીધો હોય અને બુધ પર્વત સુધી જાય તો આ પણ દેવ રેખા કહેવામાં આવે છે. જે લોકોનાં હાથમાં આ રેખા હોય છે તે બહુ નસીબદાર હોય છે. આવાં લોકોનાં સપનાં હંમેશા સાચા થાય છે.દેવ રેખાનાં તેમનાં જીવનમાં ક્યારેય પૈસાનો અભાવ વર્તાતો નથી. દેવરેખાનાં કારણે તે લોકોને ભવિષ્યમાં થનારી સારી કે ખરાબ ઘટનાઓની પહેલાથી જ જાણકારી મળી જાય છે. આવાં લોકોનાં મોથી નીકળેલી દરેક વાતો સાચી હોય છે.આવાં લોકોની ભવિષ્યવાણી હંમેશા સાચી હોય છે.આવી રેખા મોટાભાગે સ્ત્રીઓમાં જ હોય છે. જો આવી રેખા કોઇ વ્યભિચારી કે દુરાચારીનાં હાથમાં હોય તો તે ફળ આપતી નથી.
Comments
Post a Comment