આ રીતે સૂતા વ્યક્તિના જીવનમાં હોય છે રૂપિયા-પૈસાને ખુશીઓ !
જ્યોતિષ પ્રમાણે આપણી આદતો અને સ્વભાવનો આપણા ભવિષ્ય સાથે ગાઢ સંબંધ હોય છે. કુંડળીમાં બધા ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે જ કોઈ વ્યક્તિનો સ્વભાવ, શરીર અને આદતો બને છે. ગ્રહોના શુભ યોગોનો આપણી ઉપર શુભ પ્રભાવ પડે છે તો અશુભ ગ્રહોથી અશુભ પ્રભાવ આપણી ઉપર પડે છે. આ કારણોથી આદતોને જોઈએ તો ભવિષ્ય જાણી શકાય છે. ત્યાં સુધી કે કોઈ વ્યક્તિની સૂવાની રીતનું અધ્યયન કરવાથી આપણે તેના વિષયમાં બીજી પણ અનેક પ્રકારની જાણકારી મેળવી શકીએ છીએ. જે વ્યક્તિ પગની ઉપર પગ રાખીને સૂવે છે, તેને આ પ્રકારની અવસ્થામાં જ ઊંઘ આવે છે તે જીવનભર સુખ પ્રાપ્ત કરનાર વ્યક્તિ હોય છે. એવો વ્યક્તિ દરેક પરિસ્થિતિ સંતુષ્ટ રહે છે. બધી પરેશાનીઓનો સામનો આસાનીથી સમજદારી પૂર્વક કરે છે. આ લોકો ઝડપથી ક્રોધિત નથી થતા, તેઓ સહનશીલ હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે બીજા લોકો પ્રસન્ન રહે અને પોતે પણ સદૈવ પ્રસન્ન રહે. આ ઈચ્છા જ તેમના મનમાં રહેતી હોય છે. નિશ્ચિતપણે તેમનું જીવન સુખી રહેતું હોય છે. આ લોકોને ક્યારે ધનની ખોટ પડતી નથી અને ક્યારેય મહેસૂસ પણ થતી નથી.
Comments
Post a Comment