ચહેરાનો આકાર ખોલે છે, તમારા સ્વભાવનું રહસ્ય !!
ચહેરો મનુષ્યનું દર્પણ છે. સમુદ્ર શાસ્ત્ર પ્રમાણે ફક્ત ચહેરો જોઈને ત્રણેય કાળનુ ભવિષ્ય ભાંખી શકાય છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યની તમામ જાણકારી સમુદ્રશાસ્ત્રના આધારે કરી શકાય છે. સમુદ્રશાસ્ત્ર અને શરીર વિજ્ઞાન અંતર્ગત ચહેરાના લક્ષણો પર અનેક શોધ સંશોધન કરવામાં આવ્યા છે. રેખાગણિત પ્રમાણે ચહેરાના કુલ 6 પ્રકાર છે. તે અલગ અલગ સ્વભાવની ઓળખ દર્શાવે છે.
સમકોણ ચહેરોઃ-
-આદર્શ મુખ નાસપતી સમાન હોય છે. જે આસપાસમાં ચપટું હોય છે. જેમાં કોઈ કોણ કે ખાડો નથી હોતો. આ પ્રકારના લોકો વધુ કાર્યક્ષમતાવાળા, સ્પષ્ટ વક્તા, સૌમ્ય, વિચારવાન, લગનશીલ તથા સમજણપૂર્વક આચરણ લેનારા હોય છે.
ન્યૂનકોણ ચહેરોઃ-
-આ પ્રકારનો ચહેરો કપાળથી શરૂ થઈને હડપચી સુધી ક્રમશ ન્યૂનકોણ હોય છે. તે 90 ડિગ્રીથી જેટલો ઓછો હોઈ શકે વ્યક્તિ એટલી વધુ સભ્યતાથી વર્તશે. તેનાથી દૂર રહેવું જરૂરી છે.
ઉન્નોતદર ચહેરોઃ-
-જ્યારે નાક થોડું લાંબુ હોય, દાઢી અંદરની તરફ હોય તેને ઉન્નોતર ચહેરો કહેવામાં આવે છે. આ પ્રકારના લોકો સંરક્ષક, કુશળ માર્ગદર્શક અને ખૂબ સરસ જીવનસાથી સાબિત થાય છે.
ઉન્નતોદર ચહેરોઃ-
-આ પ્રકારનો ચહેરો ઉન્નતોદર ચહેરાથી બિલકુલ વિપરીત હોય છે. આ ચહેરો ધરાવનારા લોકો શાંત,ગંભીર,ચતુર તથા વિચારવાન હોય છે. તેઓ હંમેશા લાભના લક્ષ્યમાં હોય છે. સંપૂર્ણ રુપથી સાંસારિક હોય છે. તેઓ ક્યારેય સારા મિત્રો બનતા નથી.
મિશ્રિત ચહેરોઃ-
-આ પ્રકારનો ચહેરો ધરાવનારા લોકો અનેક પ્રકારના ચહેરાથી મિશ્રિત હોય છે. તે ચહેરા અનેક પ્રકારના હોઈ શકે છે. જ્યારે તેનો ઉપરનો ભાગ ઉન્નતોદર અને નીચેનો ભાગ નતોદર હોય છે. તેમાં અસ્થિરતા, અવ્યવહારિકતા. ચંચળતા અને ખૂબ ઝડપથી કાર્ય કરવાની વૃત્તિ હોય છે.
Comments
Post a Comment