ધ્યાનથી વાંચો,હાથમાં જ લખ્યું છે કે શું તમે ધનકુબેર બનશો?

ઘણાં લોકો એટલા નસીબદાર હોય છે કે તેમના પર લક્ષ્મી હંમેશા મહેરબાન રહે છે.આવા લોકોનાં પૈસાથી જોડાયેલા કામ ક્યારેય રોકાતા નથી. આવા લોકો પોતે પણ નથી જાણતા કે લક્ષ્મી તેમના પર મહેરબાન છે. આવા લોકો નસીબથી ધનવાન ગણાય છે કારણ કે સ્વયં લક્ષ્મી જ તેમના હાથમાં લખી દે છે. બસ જરૂર છે આ વસ્તુને વાંચી લેવાની. તમારા હાથમાં પૈસાદાર બનવાના યોગ છે છે કે નહિ તે અહીં આપેલ બાબતોને વાંચીને જાણો....

ઘણી રેખાઓ ભેગી મળીને એવું ચિન્હ બને છે કે જેનાથી જાણી શકાશે કે લક્ષ્મી તમારા પર મહેરબાન થશે કે નહિ. આવા ચિન્હમાંથી અમુક ચિન્હ જેમ કે ત્રિશુળ, કમળ, સ્વસ્તિક, હાથી ચિન્હ અને ત્રાજવા જેવા ચિન્હ બને છે. આવાં ચિન્હ સોનેરી ભવિષ્ય તરફ સંકેત કરે છે. આવાં લોકો બહુ ભાગ્યશાળી હોય છે. 

ત્રાજવાનું ચિન્હ- 

જ્યોતિષમાં આ નિશાનને બહુ શુભ માનવામાં આવે છે. આ નિશાન એ બતાવે છે કે તમારા પર દેવી મહાલક્ષ્મીની કૃપા છે. આ નિશાન હાથમાં લક્ષ્મી યોગ બનાવે છે જેનાથી તમને અઢક ધન અને સુખ-સંપત્તિ મળે છે.

 ત્રિશુળનું ચિન્હ –

ત્રિશુળનું ચિન્હ હથેળીમાં હોવું અતિ શુભ ગણાય છે.સામુદ્રિક જ્યોતિષ અનુસાર આ ચિન્હ જે પર્વત પર હોય તે પર્વત ઘણો ફળદાયી હોય છે. આ નિશાન મંગળ પર્વત હોવાથી જે શિવયોગ બને છે જે પરોપકારી, ધનવાન, ગુણવાન અને પ્રતિષ્ઠા પ્રદાન કરે છે.

કમળનું ચિન્હ – 

કમળનું ચિન્હ પણ શુભ માનવામાં આવે છે જેને ભગવાન વિષ્ણુનું ચિન્હ પણ કહેવામાં આવે છે. હથેળી પરના આ ચિન્હને વિષ્ણુ યોગ પણ કહેવાય છે. જેનાં હાથમાં આ નિશાન હોય છે તે ભાગ્યવાન અને ધનવાન હોય છે. 

સ્વસ્તિકનું ચિન્હ – 

શાસ્ત્રોમાં સ્વસ્તિકને શુભ ચિન્હનાં રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. સામુદ્રિક જ્યોતિષ અનુસાર જેની હથેળી પર સ્વસ્તિકનું ચિન્હ હોય છે તે ધનની બાબતોમાં બહુ ભાગ્યશાળી હોય છે. જો તમે પોતાની હથેળીને જો ધ્યાનથી જોશો તો સમજી જશો કે તમે ધનવાન બનશો અને દુનિયામાં ઘણા માન પ્રતિષ્ઠા મેળવશો.

હાથીનું ચિન્હ –

હાથીનું ચિન્હ શુક્ર પર્વત પર હોવાથી બ્રહ્મ યોગ બને છે જેના પ્રભાવથી વ્યક્તિ જ્ઞાની, બુદ્ધિમાન બને છે તેને ક્યારેય ધનની અછત વર્તાતી નથી. 

Comments

Popular posts from this blog

જ્યારે ફડકવા લાગે આપના એ અંગો તો આપનું ખીસ્સુ થશે ગરમ

હોઠ ને આંખ ફરક્યા, ધન સાથે પ્રિય વસ્તુ મળી જ સમજો !

ચહેરાના આ ભાગ ફરકે તો કંઈક આવો સંકેત હશે...!